યાજ્ઞિક રોડ ઉપરના રાજેશ્વરી કોમ્પ્લેકસમાં ઓફિસ સહિત શહેરમાં ૧૭ મિલકતો સીલ

  • March 28, 2024 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા બાકી મિલ્કતવેરો વસૂલવા માટે આજે શહેરના યાજ્ઞિક રોડ ઉપર આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં થર્ડ લોર ઉપર આવેલી દેવ કોમ્પ્યુટર શોપ નં.૩૦૩ સહિત સમગ્ર શહેરમાં બાકીદારોની ૧૭ મિલકત સીલ કરાઇ હતી. આજ દિવસ સુધીમાં કુલ ૩,૯૨,૭૦૦ મિલ્કત ધારકોએ .૩૫૫.૩૦ કરોડ મિલકતવેરો ભરપાઇ કર્યેા છે અને હવે ટાર્ગેટ પૂર્ણ કરવા માટે .૨૦ કરોડની વસુલાત બાકી રહે છે.
વિશેષમાં મ્યુનિ.ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજરોજ મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસિસ્ટન્ટ કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૪માં કુવાડવા રોડ ઉપર આવેલ બજરગં કાસ્ટીંગ ગ્રાઉન્ડ લોરમાં એક યુનિટને સીલ, ભાવનગર રોડ પર આવેલ અનમોલ પાર્કમા એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૪૦,૦૦૦, કુવાડવા રોડ પર આવેલ શ્રી સત્ય એપાર્ટમેન્ટ શોપ નં.૧ પટેલ આઇસ ચેમબ્ર્સની નોટીસ સામે રીકવરી .૪૮,૧૧૦, મોરબી રોડ ઉપર આવેલ જય જવાન જય કિશાન સોસાયટીમાં એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૦૮ લાખ, વોર્ડ નં.૫માં મનહર સોસાયટીમાં એક નળ કનેકશન કપાત, પેડક રોડ ઉપર આવેલ જાનકી ચેમ્બર્સ ફસ્ર્ટ લોર શોપ નં.૧૦૧ અને ૧૦૫ને સીલ, વોર્ડ નં.૬માં સતં કબીર રોડ પર આવેલ શેરી નં.૨માં શોપ નં.૧ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૮,૪૧૦, સતં કબીર રોડ પર અવેલ ઉમાવંશી બ્રાસ બેડસ શોપ નં–૧ અને ૨ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩.૯૮ લાખ, સતં કબીર રોડ ઉપર આવેલ ભોલારામ સોસાયટીમાં ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૬,૪૦૦, સતં કબીર રોડ પર આવેલ રાજારામ સોસાયટીમાં એક નળ કનેકશન કપાત સામે રીકવરી .૩૩,૩૦૬, વોર્ડ નં.૭માં ભકિતનગર સ્ટેશન પ્લોટમાં અવધ આર્કેડ ગ્રાઉન્ડ લોર શોપ નં.૧૧૬ ને સીલ, ભકિતનગર સ્ટેશન પ્લોટ ડાયાભાઇ કિલનિકની નોટીસ સામે રીકવરી .૧.૧૪ લાખ, જાગનાથ પ્લોટ શેરી નં.૪માં ૧–યુનિટની સામે રીકવરી ૧.૪૫ લાખ, યાજ્ઞિક રોડ ઉપર આવેલ રાજેશ્વરી કોમ્પ્લેક્ષમાં દેવ કોમ્પ્યુટરની થર્ડ લોર ઉપરની શોપ નં.૩૦૩ સીલ, વોર્ડ નં.૧૧માં મોટામોવા રંગોલી પાર્કમાં એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૨૨ લાખ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ટિન સ્ટાર પાસે નાઇથ લોર ઓફિસ નં.૯૦૨ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૨,૭૫૮, વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં રાજલમી ઇન્ડ. એરીયામાં ૨–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૭૦ લાખ, વોર્ડ નં.૧૩માં પપૈયા વાડીમાં એક યુનિટની નોટીસ સામે રીકવરી .૬૮,૪૧૦, સમ્રાટ ઇન્ડ એરીયામાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૬૦,૦૦૦, મવડી મેઇન રોડ પર આવેલ એક યુનિટની નોટીસ સામે રીકવરી .૫૦,૦૦૦,વોર્ડ નં.૧૪માં કાન્તા ક્રી વિકાસ ગૃહ રોડ ઉપર આવેલ સેન્ચુરી સેન્ટર થર્ડ લોર ઓફિસ નં.૩૧૧ને સીલ, વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ ઉપર આવેલ માતિ નગરમાં એક નળ કનેકશન કપાત, વોર્ડ નં.૧૮માં ૮૦ ફુટ રોડ પર આવેલ ન્યુ નેહનગરમા આવેલ એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૧,૧૦૦ સહિતની કાર્યવાહી કરાઇ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application