ઓટીટી બાદ હવે ટીવીપર ધમાલ મચાવશે ફિલ્મ હનુમાન

  • April 19, 2024 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હનુમાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફરી ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ તો તેને ખૂબ જ પસંદ કરવામાં આવી. પરંતુ હવે ફિલ્મ ટીવી પર આવી રહી છે અને તેને ફ્રીમાં જોઈ શકાશે.આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'હનુમાન' લોકોએ ખૂબ જ પસંદ કરી અને આજ કારણ રહ્યું કે ફિલ્મે 300 કરોડથી વધારેની કમાણી કરી નાખી. ફિલ્મની કહાનીથી લઈને એક્શન સુધી દર્શકોને તે ખૂબ જ પસંદ આવી. 


ટીવી પર જોઈ શકાશે ફિલ્મ 

હવે આ હિટ ફિલ્મને લઈને મોટી અપડેટ સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ફિલ્મ ઓટીટી બાદ ટેલીવિઝન પર આવવાની છે. એટલે કે હનુમાનનુ ગ્રેન્ડ ટેલીવિઝન પ્રીમિયર થવા જઈ રહ્યું છે. ઓફિશ્યલ ખબર અનુસાર ફિલ્મ 28 એપ્રિલ 2024એ સાંજે 5.30 વાગે ઝી તેલુગૂ ચેનલ પર જોવા મળશે. હવે ફિલ્મના મેકર્સને આશા છે કે બોક્સ ઓફિસ અને ઓટીટી બાદ ફિલ્મ ટેલીવિઝન પર પણ ટીઆરપીના રેકોર્ડ તોડી નાખશે. ફિલ્મમાં તેજા સજ્જા લીડ રોલમાં જોવા મળશે અને તેને પ્રશાંત વર્માએ ડાયરેક્ટ કરી છે. આ એક સુપરહીરો બેસ્ડ ફિલ્મ છે. જેમાં વિલન અને હીરોની વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી છે. ફિલ્મમાં ભગવાન હનુમાનના અવતારને પણ દર્શાવવામાં આવ્યા છે. દર્શાવવામાં આવ્યું છે કે તેમની તાકાતની આગળ કેવી રીતે દરેક લોકો કમજોર પડી જાય છે. ફિલ્મમાં અમૃતા અય્યર, વરલક્ષ્મી શરતકુમાર, વિનય રાય, ગેટઅપ શ્રીનુ, સત્યા અને વેનેલા કિશોર જેવા કલાકારને જોઈ શકાય છે., 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application