મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ વખતે મેદાનમાં ઘુસેલા કૂતરાને માર મારનારને દંડ કરવા માગણી

  • March 27, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે (૨૪ માર્ચ) ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં એક કૂતરો મેદાનમાં જોવા મળ્યો હતો. ઘણા વીડિયોમાં ગ્રાઉન્ડ સિકયોરિટી કર્મીઓ કૂતરાને પકડવા તેની પાછળ દોડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ પણ કૂતરા પર અત્યાચાર કરતા જોવા મળે છે, જેના કારણે હવે ખળભળાટ મચી ગયો છે.
હવે એનિમલ એકિટવિસ્ટોએ આ મુદ્દે અવાજ ઉઠાવ્યો છે અને સુરક્ષા કર્મચારીઓ પર દંડની માંગણી કરી છે.

એનિમલ એકિટવિસ્ટ વતી એવું કહેવામાં આવ્યું હતું કે જો કેસમાં ધરપકડ ન થઈ શકે તો દડં વસૂલવો જોઈએ. વાયરલ થયેલા કેટલાક વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કૂતરાનો પીછો કરતી વખતે સુરક્ષાકર્મીઓ કૂતરાને લાત મારવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે કોઈપણ રીતે યોગ્ય નથી. સિકયોરિટી ગાર્ડે કૂતરાને લાત વડે મારવાનો પણ પ્રયાસ કર્યેા હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કૂતરો સતત દોડતો જોવા મળી રહ્યો છે.


આ ઘટના અંગે પેટા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેઓ રસ્તો ભટકી ગયેલા કૂતરાનો પીછો કરવા, લાત મારવાની સખત નિંદા કરે છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે કૂતરો ભૂલથી મેદાનમાં ઘુસી ગયો હતો અને આટલા લોકોને જોઈને કદાચ ડરી ગયો હતો. આવી ઘટના માત્ર નિર્દેાષ કૂતરા સાથે અભદ્રતાનું કારણ નથી પણ એક દુ:ખદ ઘટના છે.

વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જો આ કેસમાં લોકોની ધરપકડ કરી શકાતી નથી તો તેમને દડં ભરવો જ જોઈએ અને સ્ટેડિયમ સત્તાવાળાઓએ આવી ઘટનાઓને પહોંચી વળવા માનવીય રીત અપનાવવી જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application