'ઈન્ડિગો' એરલાઈન પર કપિલ શર્મા કાળઝાળ

  • November 30, 2023 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાયલોટ ટ્રાફિક માં ફસાતા ફ્લાઈટ મોડી પડતા કોમેડિયન નારાજ


કપિલ શર્મા ‘ઈન્ડિગો’ એરલાઈન પર ગુસ્સે થઈ ગયા, કહી દીધું કે-તમને શરમ આવવી જોઈએ.પાયલોટ ટ્રાફિક માં ફસાતા ફ્લાઈટ મોડી પડતા  કોમેડિયન નારાજ થયી ગયો હતો. કોમેડિયન કપિલ શર્મા ઈન્ડિગોની ફ્લાઈટમાં ચેન્નાઈથી મુંબઈ જઈ રહ્યો હતો. તેણે આ પ્રવાસ દરમિયાન થયેલા ખરાબ અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેણે એરલાઈન ઈન્ડિગોની સર્વિસ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે કારણ આપ્યું હતું કે પાઇલટ ટ્રાફિકમાં અટવાવાના કારણે ફ્લાઇટ મોડી પડી હતી.


કોમેડિયન કપિલ શર્માએ બુધવારે ‘ઈન્ડિગો’ એરલાઈનની સર્વિસ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રવાસમાં વિલંબ અને મેનેજમેન્ટના અભાવનો આક્ષેપ કર્યો હતો. ઈન્ડિગો દેશની સૌથી મોટી કોમર્શિયલ એરલાઈન તરીકે જાણીતી છે. પરંતુ કપિલ શર્માને આ એરલાઈન્સ સાથે મુસાફરી કરતી વખતે ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. તેણે આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.


આ પ્લેનમાંથી મુસાફરી કરતા મુસાફરોને લગભગ એક કલાક સુધી રાહ જોવી પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે પ્લેનનો પાયલોટ ટ્રાફિકમાં ફસાઈ જતાં મુસાફરોને એક કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. કપિલે સોશિયલ મીડિયા પર કેટલાક મુસાફરોના વીડિયો પણ પોસ્ટ કર્યા છે. જેમાં ગુસ્સે ભરાયેલા મુસાફરો એરલાઇન સ્ટાફ સાથે મારપીટ કરતા જોવા મળે છે.


પ્રિય ઈન્ડિગો, પહેલા તમે અમને 50 મિનિટ રાહ જોવડાવો અને પછી તમારી ટીમ અમને કહે છે કે પાઈલટ ટ્રાફિકમાં ફસાઈ ગયો છે. શું ખરેખર? અમારી ફ્લાઈટ રાત્રે 8 વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ હવે 9.20 છે અને હજુ પણ પાઇલટ આવ્યો નથી. શું તમને લાગે છે કે આ 180 પેસેન્જરો જેમને તમારા કારણે તકલીફ પડી છે તેઓ ફરી ઈન્ડિગો સાથે મુસાફરી કરશે? “ક્યારેય નહીં”, કપિલે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.


કપિલે ઈન્ડિગો એરલાઈનના અધિકારીઓને કર્યા ટેગ

આ પછી કપિલે બીજો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં મુસાફરોને પ્લેનમાંથી ઉતારવામાં આવી રહ્યા છે. “હવે તેઓ વિમાનમાંથી મુસાફરોને બહાર કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ તેમને બીજા વિમાનમાં મોકલશે. પરંતુ હવે અમારે ફરીથી ટર્મિનલ પર સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે. તમારા કારણે લોકોને તકલીફ પડી રહી છે અને ઈન્ડિગો અમારી સાથે ખોટું બોલી રહી છે.


મુસાફરોમાં કેટલાક વૃદ્ધો અને કેટલાક વ્હીલચેરમાં છે, જેમની તબિયત સારી નથી. તમને ખરેખર શરમ આવવી જોઈએ’, કપિલે ફરિયાદ કરી. કપિલે ઈન્ડિગો એરલાઈનના અધિકારીઓને પણ ‘એક્ષ’ પર ટેગ કર્યા છે. તેણે ઉલ્લેખ કર્યો કે ચેન્નાઈથી મુંબઈની મુસાફરી દરમિયાન તેણે આ તકલીફ સહન કરવી પડી હતી.


મુસાફરોને આ રીતે અસુવિધા થઈ

આ પહેલીવાર નથી જ્યારે કોઈ એરલાઈન્સ દ્વારા મુસાફરોને આ રીતે અસુવિધા થઈ હોય. આ પહેલા પણ ઘણી સેલિબ્રિટીઓએ આ રીતે અનુભવ કર્યો છે. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા દ્વારા એરલાઈન્સને ફરિયાદ કરી. કપિલ શર્માની પોસ્ટ પર નેટીઝન્સે પ્રતિક્રિયા આપી અને એરલાઈન પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application