“આ મારા માટે ગર્વની ક્ષણ...” PM મોદીએ ફાઈટર પ્લેન તેજસમાં ભરી ઉડાન

  • November 25, 2023 02:32 PM 


આ એક અવિશ્વસનીય અને દેશની સ્વદેશી ક્ષમતાઓ મારા આત્મવિશ્વાસને વેગ આપતો અનુભવ હતો : વડાપ્રધાન



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફાઈટર એરક્રાફ્ટ તેજસમાં ઉડાન ભરી હતી. તેમણે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત લીધી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. મોદી સરકાર સંરક્ષણ ઉત્પાદનોના સ્વદેશી ઉત્પાદન પર સતત ભાર આપી રહી છે. તેમણે ઘણીવાર રેખાંકિત કર્યું છે કે કેવી રીતે તેમની સરકારે ભારતમાં સંરક્ષણ સાધનોના ઉત્પાદન અને નિકાસને પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભારતીય વાયુસેના, ડીઆરડીઓ અને એચએએલ તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન. તેજસ પર સફળતાપૂર્વક ઉડાન ભરી. આ અનુભવ અવિશ્વસનીય હતો, આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓ મારા આત્મવિશ્વાસને નોંધપાત્ર રીતે ઉત્તેજન આપી રહી છે, અને મને રાષ્ટ્રીય સંભવિતતા વિશે ગૌરવ અને આશાવાદની નવી ભાવનાનો અનુભવ થયો.


કેટલાક દેશોએ તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ ખરીદવામાં રસ દાખવ્યો છે અને યુએસ ડિફેન્સ જાયન્ટ જીઇ એરોસ્પેસે વડા પ્રધાનની યુએસ મુલાકાત દરમિયાન એમકે-૨ તેજસ માટે સંયુક્ત રીતે એન્જિન બનાવવા માટે એચએએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ વર્ષે એપ્રિલમાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. ૧૫,૯૨૦ કરોડની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. તેમણે કહ્યું હતું કે દેશ માટે આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.


તેજસ એક સ્વદેશી હલકું કોમ્બેટ એરક્રાફ્ટ છે જે કોઈપણ હવામાનમાં ઉડી શકે છે. આ એક ફાઈટર જેટ છે જેમાં બે પાઈલટ છે. તેને લિફ્ટ એટલે કે લીડ-ઇન ફાઇટર ટ્રેનર કહેવામાં આવે છે. તેને ગ્રાઉન્ડ એટેક એરક્રાફ્ટ પણ કહેવામાં આવે છે, એટલે કે જરૂર પડ્યે તેના પર હુમલો કરી શકાય છે. એરફોર્સે એચએએલ પાસેથી ૧૨૩ તેજસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી ૨૬ એરક્રાફ્ટની ડિલિવરી કરવામાં આવી છે. આ તમામ તેજસ માર્ક-૧ છે. એચએએલ આ એરક્રાફ્ટના વધુ અપગ્રેડેડ વર્ઝન ૨૦૨૪ અને ૨૦૨૮ ની વચ્ચે એરફોર્સને સોંપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application