રાજકોટ માર્કેટ યાર્ડમાં છત્તીસગઢના રાયપુરથી તરબુચની આવક શરૂ થઇ

  • March 28, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ ઉનાળાના પ્રારંભે ગીર પંથકમાંથી કેરી, દેવભૂમિ દ્રારકા જિલ્લામાંથી તરબૂચ અને ભાદર કાંઠાના ગામોમાંથી સાકરટેટીની ધૂમ આવકો શ થઇ છે. રાજકોટ યાર્ડમાં સ્થાનિક ગામોમાંથી થતી આવકો ઉપરાંત તાજેતરમાં છત્તીસગઢના રાયપુરથી તરબૂચની આવક શ થઇ છે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી સૂત્રોએ જણાવ્યું હતું કે પડધરી પંથકમાં આ વર્ષે તરબૂચનું વાવેતર–વાડ ઓછા છે નહીં તો વર્ષેાથી પડધરી પંથકમાંથી તરબૂચની સૌથી વધુ આવક થતી હતી પરંતુ આ વર્ષે દ્રારકા જિલ્લામાંથી તરબૂચની સૌથી વધુ આવક થઇ રહી છે.યાર્ડના ઇન્સ્પેકટર રાજુભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે યારે ચાલુ સાહના પ્રારંભથી દરરોજ તરબૂચના ચાર પાંચ ટ્રક રાયપુરથી આવી રહ્યા છે અને હાલ ગરમીની સીઝનમાં તરબૂચમાં આવક જેટલી જ લેવાલી રહેતી હોય રોજે રોજના માલનો નિકાલ થઇ જાય છે. આગામી દિવસોમાં તરબૂચની આવક હજુ વધશે તેમ જણાવી તેમણે ઉમેયુ હતું કે ગઇકાલે યાર્ડમાં ૨૩૦૦૦ કિલો તરબૂચની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૨૦૦થી ૩૫૦ સુધી રહ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application