સૌથી ધનિક મહિલાઓ લિસ્ટેડ ઈકવિટી અને સોનામાં કરે છે રોકાણ

  • March 28, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશમાં અમીર એટલે કે હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલની સંખ્યામાં વધારો થવા સાથે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે. સુપર રિચ લિસ્ટમાં મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. સામાન્ય મહિલાઓ રોકાણ માટે ફિકસડ ડિપોઝિટ અને સોનું પસદં કરે છે, જયારે સમૃદ્ધ મહિલાઓ લિસ્ટેડ ઇકિવટી અને સોનામાં વધુ રોકાણ કરે છે.

જયારે હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલ મેલ સૌથી વધુ રોકાણ રિયલ એસ્ટેટ એટલે કે મકાનો, બંગલા અને જમીનમાં કરે છે. વુમન ઓફ વેલ્થ સર્વે અનુસાર, ૬૨% હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલ મહિલાઓ રિયલ એસ્ટેટ અને સોના કરતાં શેરોમાં રોકાણ કરવાનું પસદં કરે છે. જયારે ડીબીએસ બેંક અને ક્રિસિલ સર્વે અનુસાર, મહત્તમ ૫૨% સામાન્ય શહેરી મહિલાઓ બેંક એફડીમાં રોકાણ કરવાનું પસદં કરે છે. જે લોકો પાસે ઓછામાં ઓછી છ૧૦ કરોડની અંગત સંપત્તિ છે તેમને હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

હત્પન ઈન્ડિયા લકઝરી સર્વે અનુસાર, દેશના ૪૬% હાઈ નેટ વર્થ ઈન્ડિવિયુઅલ ૨૦૨૩માં તેમના રોકાણ દ્રારા સંપત્તિનું સર્જન કરશે. શ્રીમંતોએ સૌથી વધુ રોકાણ પ્રોપર્ટી અને શેરોમાં કયુ છે, જયારે સૌથી ઓછું રોકાણ ફિકસડ ઇન્કમ એસેટસમાં કયુ છે. અતિ સમૃદ્ધ મહિલાઓ લિસ્ટેડ ઇકિવટી, ગોલ્ડ, રિયલ એસ્ટેટ, ડેટ ફંડસબોન્ડસ અને અલ્ટરનેટીવ એસેટસમાં રોકાણ કરી રહી છે. જયારે શહેરી સામાન્ય મહિલાઓ એફડી, બચત ખાતું, સોના–ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ, રિયલ એસ્ટેટ અને સ્ટોકસમાં રોકાણ કરી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application