ટ્રુડોએ રાગ બદલ્યો,કહ્યું ભારત સાથે રચનાત્મક રીતે કામ કરવા તૈયાર

  • March 28, 2024 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આતંકવાદી હરદીપ સિંહ નિરને ગયા વર્ષે જૂનમાં કેનેડામાં ગુદ્રારાની બહાર ઠાર કરવામાં આવ્યો હતો. કેનેડાના વડાપ્રધાને આ મામલે ભારત પર આરોપ લગાવ્યો હતો, જે બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવી ગયો છે. હવે ટ્રુડોએ ફરી એકવાર નિર હત્યાકાંડ પર નિવેદન આપ્યું છે.કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર આતંકવાદી હરદીપ સિંહ નિરની હત્યાની તપાસને લઈને નિવેદન આપ્યું છે, પરંતુ આ વખતે તેમનો સૂર બદલાયો હોય તેવું લાગી રહ્યું છે. તેમણે આ મામલાની તપાસ માટે ભારત સાથે રચનાત્મક રીતે કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. કેનેડિયન ન્યૂઝ ચેનલ અનુસાર, યારે નિરની હત્યાની તપાસ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે ટ્રુડોએ લાંબો વિરામ લીધો અને કહ્યું કે તેઓ આ મામલાના તળિયે જવા માટે ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા માગે છે.અહેવાલ મુજબ ટ્રુડોને પૂછવામાં આવ્યું હતું કે કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિરની હત્યાની તપાસમાં ભારત કેવી રીતે સહયોગ કરી રહ્યું છે, યારે કેનેડા કહે છે કે તેની પાસે વિશ્વસનીય આરોપો છે અને ભારત અપેક્ષા રાખે છે કે કેનેડા પહેલા તેની તપાસ પૂર્ણ કરે કેનેડાના વડા પ્રધાને કહ્યું, કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યા એ એક ઘટના છે જેને આપણે બધાએ અત્યતં ગંભીરતાથી લેવી જોઈએ.ટ્રુડોએ જણાવ્યું હતું કે, વિવિધ દેશ તરીકે, આપણે તમામ કેનેડિયનોને વિદેશી સરકારોની ગેરકાયદેસર ક્રિયાઓથી બચાવવાની અમારી જવાબદારીને ખૂબ ગંભીરતાથી લેવાની જર છે.અમે કાયદાના શાસન માટે ઊભા રહેવા વિશે સ્પષ્ટ્ર છીએ અમે આના તળિયે જવા માટે ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા આતુર છીએ.

શું છે મામલો?
આતંકવાદી હરદીપ સિંહ નિરની ૧૮ જૂન, ૨૦૨૩ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતની તપાસ એજન્સી એનઆઈએએ ૨૦૨૦માં નિરને આતંકવાદી જાહેર કર્યેા હતો. નિરની હત્યાના કેસમાં જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે તેમાં ભારત સરકાર સામેલ છે. જો કે, તેણે કોઈ પુરાવા આપ્યા નહોતા. ભારતે આ દાવાને સખત રીતે નકારી કાઢો હતો.ટ્રુડોના એકપક્ષીય આરોપોએ બંને દેશો વચ્ચેના રાજદ્રારી સંબંધોને પણ નુકસાન પહોંચાડું હતું. આ માર્ચની શઆતમાં, હરદીપ સિંહ નિરની હત્યાના કથિત વીડિયો ફટેજ સામે આવ્યા હતા, જેમાં સશક્ર લોકોને નિરને ગોળીબાર કરતા બતાવવામાં આવ્યા હતા. આ હત્યાને કોન્ટ્રાકટ કિલિંગ ગણાવવામાં આવી રહી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application