મુકેશ અંબાણી આગામી મહીને લોન્ચ કરશે દેશનું પહેલું એઆઇ મૉડલ, આ દેવતા પર રખાયું નામ

  • February 22, 2024 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજોની વર્ષોની મહેનત રંગ લાવી ; ૧૧ ભાષાઓમાં કામ કરશે એઆઇ મૉડલ


મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારતની ટોચની એન્જિનિયરિંગ કોલેજો દ્વારા સમર્થિત કન્સોર્ટિયમ આવતા મહિને તેની પ્રથમ ચેટ જીપીટી જેવી એઆઇ સેવા શરૂ કરશે. ભારત જીપીટી ગ્રૂપના સમર્થકોમાં ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ અને આઠ સંલગ્ન યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. ગ્રુપે મુંબઈમાં ટેક્નોલોજી કોન્ફરન્સ દરમિયાન તેના મોટા એઆઇ  મોડલની ઝલક પણ બતાવી હતી. આ મોડેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધવા માટે દેશની મહત્ત્વાકાંક્ષામાં એક મોટું પગલું છે.

આ દરમિયાન એક દક્ષિણ ભારતના બાઈક મિકેનિકને એઆઇ મોડલને તમિલમાં પ્રશ્નો પૂછતો બતાવવામાં આવ્યો હતો, જ્યારે એક બેંકર એઆઈ બોટ સાથે હિન્દીમાં વાત કરતો જોવા મળ્યો હતો. આ સાથે હૈદરાબાદના એક ડેવલપરે એઆઇ મોડલની મદદથી કોમ્પ્યુટર કોડ પણ લખ્યો હતો. રિલાયન્સની મદદથી બનાવવામાં આવેલ આ એઆઇ મોડલને હનુમાન નામ આપવામાં આવ્યું છે. આ એઆઇ મોડલ ૧૧ સ્થાનિક ભાષાઓમાં કામ કરવા સક્ષમ હશે. હનુમાન એઆઈ મોડલ શાસન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ જેવા ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોને પ્રાધાન્ય આપીને તેની સેવાઓ પ્રદાન કરશે.

જો આ મોડલ સફળ થશે, તો તે એઆઇ ટેક્નોલોજી વિકસાવવાની રેસમાં ભારત માટે માર્ગ મોકળો કરશે. ગયા વર્ષે એક ઈવેન્ટ દરમિયાન રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન મુકેશ અંબાણીએ આઈઆઈટી બોમ્બે સાથે ૨૦૧૪થી આ પ્રોજેક્ટ પર કામ કરવાની જાણકારી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત જીપીટી જીઓ ૨.૦ સાથે લોન્ચ કરવામાં આવશે.


લાઇટસ્પીડ વેન્ચર પાર્ટનર્સ અને અબજોપતિ વિનોદ ખોસલાના ફંડ જેવા અગ્રણી વીસી રોકાણકારો દ્વારા સમર્થિત સ્ટાર્ટઅપ્સ પણ ભારત માટે કસ્ટમાઇઝ્ડ ઓપન-સોર્સ્ડ એઆઇ મોડલ્સ બનાવી રહ્યા છે. જ્યારે ઓપન એઆઇ જેવી સિલિકોન વેલી કંપનીઓ મોટા એલએલએમ બનાવી રહી છે. આઇઆઇટી બોમ્બેના કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના અધ્યક્ષ ગણેશ રામક્રિષ્નને જણાવ્યું હતું કે, "તે એલએલએમની એક અલગ શૈલી છે. હનુમાન સ્પીચ-ટુ-ટેક્સ્ટ ફેસેલીટી પણ પ્રદાન કરશે, જે તેને વ્યાપકપણે વધુ યુઝર્સ-ફ્રેન્ડલી બનાવશે.” રિલાયન્સ જિયો ચોક્કસ ઉપયોગો માટે કસ્ટમાઇઝ્ડ મોડલ પણ બનાવશે. ટેલિકોમ-ટુ-રિટેલ ગ્રુપ પહેલેથી જ જીઓ બ્રેઇન પર કામ કરી રહ્યું છે, જે લગભગ ૪૫૦ મિલિયન સબ્સ્ક્રાઇબર્સના નેટવર્કમાં એઆઇનો ઉપયોગ કરવા માટેનું પ્લેટફોર્મ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application