યુવકના શરીરમાં પહોચી ગઈ ઈલ, પેટની સર્જરી કરી જીવતી બહાર કઢાઈ

  • March 26, 2024 06:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માનવ શરીર એક એવી વિચિત્ર વસ્તુ છે કે તેની કાર્યપદ્ધતિ વિશે ગમે તેટલું સંશોધન કરવામાં આવે તો પણ તેને ચોક્કસ રીતે જાણી શકાતું નથી. હંમેશા કેટલીક એવી વસ્તુઓ સામે આવે છે જેની આપણે કલ્પના પણ નથી કરી. આવો જ એક કિસ્સો વિયેતનામમાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિના પેટમાંથી જે મળ્યું તે ડોક્ટરો માટે ચોંકાવનારું હતું.


આ મામલો વિયેતનામના હૈ હા જિલ્લાના મેડિકલ સેન્ટરમાંથી સામે આવ્યો છે. એક 34 વર્ષનો વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ લઈને અહીં આવ્યો હતો. અહીં તપાસ દરમિયાન ડોક્ટરોએ તેના આંતરડામાં જે જોયું તે તેમની કલ્પના બહારનું હતું. તેઓ સમજી શક્યા નહીં કે પેટની અંદર આ વસ્તુ ક્યાંથી પહોંચી? ઓડિટી સેન્ટ્રલના અહેવાલ મુજબ, તે વ્યક્તિ એટલી પીડામાં હતો કે હોસ્પિટલના સ્ટાફે તેને વધારે પૂછ્યું નહીં અને તેનો એક્સ-રે લેવાનું શરૂ કર્યું. એસ્ટ્રા સાઉન્ડ દરમિયાન, તેઓએ વ્યક્તિના આંતરડામાં કૈક હલન ચલન જોયું. ડૉક્ટરોએ નક્કી કર્યું કે તેને બહાર કાઢવા માટે સર્જરી કરવી પડશે. આ વસ્તુ વ્યક્તિના આંતરડાને નુકસાન પહોંચાડતી હોવાથી, તેઓએ સર્જરી દરમિયાન આ પદાર્થને તેના પેટની અંદરથી કાઢવાનો પ્રયાસ કર્યો. પેટ ખોલ્યા બાદ અંદર જે જોયું તે જોઈને ડોક્ટરો પણ દંગ રહી ગયા.

ડૉક્ટરોને માણસના આંતરડાની અંદર 30 સેમી લાંબી જીવંત ઈલ મળી. ઇલને બહાર કાઢ્યા પછી, તેણે શસ્ત્રક્રિયા કરીને માણસમાંથી ઇન્ફેકશન દૂર કર્યું. સદનસીબે, સર્જરી સફળ રહી અને હવે દર્દીની સ્થિતિ સ્થિર છે. જોકે, ચોંકાવનારી વાત એ હતી કે અંદર ગયા પછી પણ ઈલ જીવિત હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application