આવતી કાલથી નિદાહાસ ટ્રોફી ટી-ટ્વેન્ટી ત્રિકોણીય સિરિઝનો પ્રારંભ

March 5, 2018 at 10:43 am


આવતી કાલે ભારતીય સમય મુજબ સાંજે 7.00 વાગ્યે અહીં ભારત અને શ્રીલંકા વચ્ચે નિદાહાસ ટ્રોફી ટી-ટ્વેન્ટી ટ્રાયેન્ગ્યુલરની પ્રથમ મેચ રમાશે. આ સ્પધર્નિી ત્રીજી ટીમ બંગલાદેશ ગુરુવાર, 8મી માર્ચે ભારત સામે ટકરાશે.દરેક ટીમ એકમેક સામે કુલ બે મેચ રમશે અને ટોચની બે ટીમો વચ્ચે રવિવાર, 18મી માર્ચે ફાઇનલ રમાશે.વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમનું સુકાન રોહિત શર્મા સંભાળશે. વિરાટને તેમ જ મહેન્દ્રસિંહ ધોની, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્ર્વર કુમાર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવને આ સ્પધર્મિાંથી આરામ આપવામાં આવ્યો છે.

ભારતીયો છેલ્લે શ્રીલંકામાં ગયા વર્ષની 6 સપ્ટેમ્બરે જે એકમાત્ર ટી-ટ્વેન્ટી રમ્યા હતા એ 4 બોલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી જીતી ગયા હતા. સ્પ્નિરો યુઝવેન્દ્ર ચહલની ત્રણ અને કુલદીપ યાદવની બે વિકેટને પગલે શ્રીલંકન ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 170 રન બનાવી શકી હતી જેના જવાબમાં ભારતે 19.2 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 174 રન બનાવીને વિજય મેળવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ 54 બોલમાં 82 રન બનાવ્યા હતા, જ્યારે મનીષ પાંડેએ 36 બોલમાં અણનમ 51 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટને મેન ઑફ ધ મેચનો પુરસ્કાર મળ્યો હતો. જોકે, આવતી કાલે શરૂ થનારી નિદાહાસ ટ્રોફીમાં વિરાટ નથી રમવાનો એટલે તેની ગેરહાજરીમાં રોહિતના નેતૃત્વમાં ભારતીયોએ શ્રીલંકાથી ટ્રોફી લઈને પાછા આવવાની જવાબદારી અદા કરવાની છે.શ્રીલંકન ટીમનું સુકાન દિનેશ ચંદીમલના હાથમાં છે, જ્યારે શકીબ હાથની આંગળીની ઈજાને કારણે સ્પધર્નિી બહાર થઈ જતાં બંગલાદેશની કેપ્ટન્સી મહમુદુલ્લાહ સંભાળશે.

print

Comments

comments

VOTING POLL