NRIની દીકરી તાન્યાનો મૃતદેહ મળ્યો: 3 અપહરણકારની અટકાયત

September 21, 2017 at 7:12 pm


નડિયાદમાં સંતરામ દેરી રોડ પાસેના અંતરિયાળ લક્ષ ડુપ્લેક્ષમાં દાદી સાથે રહેતી એનઆરઆઇ પરિવારની 7 વર્ષની બાળકીનું સોમવારની રાત્રે તેના ઘર આગળથી અપહરણ થયું હતું. અપહરણના 3 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે 3 અપહરણકારોની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

સોમવારે રાત્રે તાન્યાનું અપહરણ થયું તે અરસામાં વિસ્તારમાં 10 મિનિટ માટે લાઇટો બંધ થઇ હતી. એસએનવી સ્કૂલમાં ધો. 2માં ભણતી માસુમ બાળાનું અપહરણ થયા બાદ પોલીસે બધી દિશામાં તપાસ કરી હતી. બાળકીને જીવતી મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. જ્યારે બાળકીને મોતને ઘાટ ઉતારનાર 3 અપહરણકારોને ઝડપી પાડ્યા હતા.

print

Comments

comments

VOTING POLL