NRiને મતાધિકાર કયારે મળશે

November 14, 2017 at 9:13 pm


વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા એનઆરઆઇ માટે ખુશખબર છે. ભારતમાં યોજાતી ચૂંટણીઆેમાં મતાધિકાર મેળવવા માટેની તેમની વર્ષો જૂની કાયદાકીય લડતનો અંત આવે તેવા અણસાર વતાર્ઇ રહ્યા છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે સંસદના આગામી શિયાળુ સત્રમાં એનઆરઆઇને મતદાનનો અધિકાર મળે તે માટે રિપ્રેઝન્ટેશન આેફ પીપલ્સ એક્ટમાં સુધારા કરતો કાયદો લાવવામાં આવશે.
હાલ માત્ર સૈન્યમાં ફરજ માટે દૂર વસતા જવાનો તથા અધિકારીઆેને જ પ્રાેક્સી વોટિંગનો અધિકાર છે. એનઆરઆઇને તેમના વતનમાં વસતા કોઇ પ્રતિનિધિને તેમના વતી મતદાન કરવા દેવું કે પછી ટપાલ અથવા તો ઇલેક્ટ્રાેનિક માધ્યમ દ્વારા મતદાન કરવા દેવું કે પછી સંબંધિત દેશમાં ભારતીય એલચી કચેરીમાં તેમના માટે મતદાન મથક ઊભું કરવું વગેરે જેવા વિવિધ વિકલ્પો વિચારવામાં આવી રહ્યા છે. સ્વદેશથી દૂર રહીને પણ હજારો એનઆરઆઇ વતન સાથે ગાઢ સંપર્ક જાળવી રાખતા હોય છે એટલું જ નહી તેઆે તેમના વતનમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય પ્રવૃિત્તઆેમાં પ્રદાન પણ કરતા હોય છે. લગભગ દરેક રાજકીય પક્ષની પોતાની એનઆરઆઇ પાંખ છે. કેટલાય રાજકીય પક્ષો ચૂંટણી ભંડોળ માટે એનઆરઆઇ પર બહુ મોટો આધાર રાખે છે.

ગુજરાતના ચરોતર કે મહેસાણાના હજારો યુવાનો પરદેશ સ્થાયી થયા છે. કેરળના કેટલાય લોકો રોજગારી માટે આરબ દેશોમાં સ્થાયી થયા છે. પંજાબીઆે પણ બહુ મોટા પ્રમાણમાં અમેરિકા તેમજ કેનેડામાં વસવાટ કરવા ગયા છે. તેમને તેમનાં વતનને બહેતર બનાવવા માટે આગામી સરકાર કોની હોઇ શકે તે નક્કી કરવાની પ્રqક્રયામાં ભાગ લેવાનો અધિકાર આ કાયદા બાદ મળશે. સરકાર ધારે તો એક કદમ આગળ વધી શકે છે. ડિજિટલ યુગમાં દરેક મતદાર માટે મતદાન મથકે રુબરુ મતદાન કરવા જવાનું ફરજિયાત છે તેને બદલે ઇ વોટિંગ કે ડિજિટલ વોટિંગની સુવિધા પૂરી પાડી શકાય તેમ છે. ટેક્નોલોજી આ માટે મદદે આવી શકે છે. ઇ-બૂથ આજે નહી તો આવતીકાલે ભવિષ્યની ચૂંટણીઆેમાં વાસ્તવિકતા બની શકે છે.

print

Comments

comments

VOTING POLL