સીંગતેલના ભાવમાં ભડકો, 3 દિવસમાં 3થી 4 રૂપિયાનો વધારો

March 6, 2018 at 9:09 pm


સરકારે પામઆેઈલની આયતા જકાતમાં વધારો કરતાં સજાૅયેલી સ્થિતિ ઃ પામોઆેઈલમાં 1 કિલોએ રૂા. પથી 6નાે વધારો
પેટ્રાેલ ડિઝલના ભાવ વધારો સાવ અટક્યો નથી ત્યાં છેલ્લા ત્રણ દિવસમાં ખાદ્યતેલ માં 1 કિલોએ અંદાજે 3થી 4 રૂપિયા જેવો વધારો થયો છે. જોકે તેનું કારણ વધુ પડતી ગરમી કે ઠંડી નહિં પણ સરકારે પામ આેઈલની આયાત ડ્યુટી માં જે વધારો કૃયો તે છે.
કેન્દ્ર સરકારે પામ આેઈલ પરની આયાત ડ્યુટી 46 ટકાએ પહાેંચાડી દીધી છે. જેના કારણે પામઆેઈલના ભાવ જે અગાઉ 1070થી 1130 રૂા. સુધી હતા તે વધીને 1170 આસપાસ પહાેંચી ગયા છે. અને તેમાં અંદાજે 90થી 100 રૂાનાે એટલે કે 1 લિટરે પાંચથી 6 રૂા.નાે વધારો થયો છે.
ભુજ સહીતના ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જેનાે વપરાશ વધુ છે તે સિંગતેલના ભાવ શુક્રવારે ૧૫ કિલોના 1380થી 1390 હતા. જે હવે આ ભાવ 1420થી 1430 અને 1540થી 1560 થયા છે. આમ તેમાં ધરખમ વધારો થયો છે. એકંદર વધારો 15 લિટરે 45 અને 15 કિલોએ 50 રૂા.નાે છે. એટલે 1 કિલોએ ત્રણથી સાડા ત્રણ રૂપિયાનાે વધારો કહી શકાય.
જ્યારે કપાસીયા તેલના ભાવમાં પણ 30થી 40 રૂપિયા જેવો વધારો થયો છે.
કેન્દ્ર સરકારે પામઆેઈલ પરની આયાત ડયુટી વધારી છે. અને આગામી દિવસાેમાં કદાચ અન્ય ખાã તેલોની ડયુટી પણ વધરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
વ્યાપારી વર્તુળોએ રાજકોટ ખાતે જણાવ્યું હતું કે, અત્યાર મગફળીની આવક સાથે પીલાણ માટે પણ મોટા પ્રમાણમાં જથ્થો જઈ રહ્યાાે છે. અને તેના કારણે સિંગતેલની આવક બજારમાં છે અને વધેલી આવકના પ્રમાણમાં ડિમાન્ડ આેછી હોવાના કારણે ભાવો ઘટવાનાે ક્રમ ધીમો છે.
કેટલાક સુત્રો એમ પણ કહે છે કે, જો સરકારે આયાત ડ્યુટી ન વધારી હોત તાે કદાચ આ પ્રકારનાે ભાવ વધારો થાત નહિં.
અમુક ચીજોના ભાવ વધારાને બ્રેક લાગી છે તેવે સમયે ખાદ્યતેલ માં ભાવવધારાનાે જે દોર શરૂ થયો છે તેના કારણે પાેતાનું ઘરનું બજેટ સમતાેલ બનાવવાનાે પ્રયાસ સફળ ન થાય તેવા સંજોગાેનું નિર્માણ થયું છે.

print

Comments

comments

VOTING POLL