OMG ! કૌન બનેગા કરોડપતિ શો પર આવી પડી આફત

December 6, 2018 at 2:12 pm


બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સૌના ફેવરિટ છે. તેનો શો જોવા માટે સૌ કોઈ ટેલીવિઝન સામે ગોઠવાઈ જાય છે. એમાં પણ કૌન બનેગા કરોડપતિ જાણવા લાયક તેમજ નોલેજેબલ શો હોવાથી સૌ કોઈ તેમાં રસ ધરાવે છે. ત્યારે તે શો જલ્દીથી બંધ થવાના સમાચાર મળી રહ્યા છે.




જો કે લગભગ 4 વર્ષ પછી આ શો એ ટીવી પર કમબેક કર્યું છે. કેબીસીએ 28 ઓગસ્ટ 2017ના રોજ કમબેક કરી લોકોના મનમાં એક નવી ઉમ્મીદ જગાડી છે. જો કે દરેક ન્યુ વર્ઝન શોમાં કંઇક ને કંઈક નવીનતા જોવા મળે છે. હાલના વર્ઝનમાં પણ કંઈક નવી પદ્ધતિ જોવા મળી છે.

વળી, જીઓ નાગરિકો માટે મોટી ઓફર કહી શકાય તો જીઓના દરેક નાગરિકો ઘરે બેઠાં લાઈવ કેબીસીમાં રમી શકે છે. હાલના કેબીસીમાં કંઈક નવોજ કન્સેપ્ટ બનાવવામાં આવ્યો છે, કે “નયી ચાહ નયી રાહ”. આ કન્સેપ્ટને લીધે લોકોમાં એક નવી રાહ, જુસ્સો, લગન તેમજ કંઈક હાંસિલ કરવાની ભાવના ઉદ્દભવી છે

દેશભરના ટેલેન્ટેડ લોકો આવે છે અને અમિતાભની સામે હોટ સીટ પર બેસી કેબીસી રમે છે અને લાખો રૂપિયા જીતી પોતાના સપનાઓ પુરા કરે છે, કેબીસી શોની ટીઆરપી વધુ હોવાછતાં આ રિયાલીટી શો બંધ થવાની વાતો સાંભળતા નવાઈ લાગે છે, દરેક લોકો માટે આ રિયાલીટી શો ફેવરીટ બની ગયો છે ત્યારે 23 ઓકટોબરના રોજ શો બંધ થવાની વાત સામે આવતા ધણા દર્શકો નારાજ છે.

મળતી માહિતી મુજબ, 3 નવી સીરિયલો શરૂ થવાની છે, આ સીરિયલો રાત્રે 9 થી 10:30ના સમયગાળા દરમિયાન શરૂ થવાની છે. જેમાં ‘રિશ્તે લિખેંગે હમ નયે’ જે 9.00 ના સમયમાં ટેલીકાસ્ટ થવાની છે. સાથે જ ‘હાંસિલ’ 9.30 એ ટેલીકાસ્ટ થશે, જ્યારે હોરર સ્ટોરી ‘એક દીવાના થા’ રાતના 10.00 વાગે ટેલીકાસ્ટ થશે.આથી સમયના અભાવે 23ના રોજ આ શોનો છેલ્લો એપિસોડ છે,

print

Comments

comments

VOTING POLL