OMG ! બહેને પહેર્યું ભાઈના નામનું મંગળસૂત્ર, કારણ જાણી આપ પણ ચોંકી જશો

December 4, 2018 at 1:24 pm


દુનિયામાં દરેક સંબંધોની પોતપોતાની એક અલગ ઓળખ હોય છે. તેમાં ભાઈનો પોતાની બહેન સાથેનો નાતો એકદમ અનોખો માનવામાં આવે છે, પણ આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહયા છીએ જેને જાણીને તમે હેરાન જ રહી જાશો.
આપણા દેશમાં ઘણી એવી જગ્યાઓ પર એક એવી પરંપરા છે જેને ચાલતા ભાઈને પોતાની બહેન સાથે લગ્ન કરવા પડતા હોય છે.

અમે અહીં વાત કરી રહયા છીએ છત્તીસગઢની જનજાતિ ‘ધુરવા’ ની જેઓ પોતાના લોહીના સંબંધોમાં વિશ્વાશ નથી રાખતા. કદાચ આ જ કારણ છે કે આ જનજાતિમાં લોકો ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરી લે છે. હેરાન કરી દેનારી આ વાત એકદમ સાચી છે. ધુરવા જનજાતિમાં લોકો બહેનની દીકરીના દીકરા સાથે સંબંધ નક્કી કરી નાખે છે. અહીં ભાઈ-બહેનના એકબીજા સાથે લગ્ન કરાવા માટે બંનેના ઘરના લોકોની મરજી પણ પૂછવામાં આવે છે.

અહીં આવા લગ્ન માટે કોઈને કોઈ જ આપત્તિ હોતી નથી. જો કોઈએ ભૂલથી પણ આવું કરવાનો ઇન્કાર કર્યો તો તેઓના દંડ પણ આપવામાં આવે છે. ભાઈ-બહેનના આ અનોખા સંબંધને પતિ-પત્નીના રૂપમાં ફેરવવો ખુબ જ અજીબ મામલો છે. ઘુરવા જનજાતિમાં એક અન્ય રિવાજનું પણ ચલણ ચાલે છે. આ રિવાજ પણ લગ્ન સાથે જ જોડાયેલો છે. તેના ચાલતા અહીં દુલ્હા-દુલ્હનને અગ્નિ નહિં પણ પાણીને સાક્ષી માનીને ફેરા લેવાના હોય છે.

આ જનજાતિના લોકો કોઈ પણ અવસર પર વૃક્ષ કે પાણીને વધુ મહત્વ આપે છે.જણાવી દઈએ કે છત્તીસગઢના આ જનજાતિના લોકો ખુબ જ લાંબા સમયથી આ પરંપરાનું પાલન કરતા આવ્યા છે. આજે પણ આ લોકો દુનિયાના અલગ-અલગ ખૂણામાં રહેતા હોવા છતાં આ પરંપરાનું ખુબ સારી રીતે પાલન કરતા આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL