ડુંગળીની છાલના આ ફાયદા વાંચી તેને ફેકવાનું કરી દેશો બંધ…

March 3, 2018 at 5:16 pm


ડુંગળી એક એવી વસ્તુ છે જેના વિના શાકનો સ્વાદ અધૂરો લાગે છે. ડુંગળી સુધારતી વખતે આપણે તેની છાલ ફેંકી દઈએ છીએ. કારણકે ડુંગળીની છાલના ઉપયોગ વિશે આપણે જાણતા નથી. આ છાલના ઉપયોગથી તમે ઘણી સમસ્યા દુર કરી શકો છો. તો ચાલો જાણી લો ડુંગળીની છાલના ઉપયોગ વિશે..
૧. ત્વચાની એલર્જી
જો તમને સ્કીન એલર્જીની સમસ્યા હોય તો તમે ડુંગળીની છાલને આખી રાત પાણીમાં ડુબાડી રાખો અને સવારે આ પાણીથી ત્વચા સાફ કરી લેવી. રોજ આ પ્રયોગ કરવાથી ત્વચાની એલર્જી દુર થઈ જશે.
૨.વાળ માટે ફાયદાકારક
વાળને વધારે ચમકદાર અને મુલાયમ કરવા માટે તમે ઘણા પ્રકારના કંડીશનરનો ઉપયોગ કરતા હશો. પરંતુ તમે ડુંગળીની છાલથી પણ તમે તમારા વાળને સુંદર અને ચમકદાર બનાવી શકો છો. તેના માટે તમારે પહેલા વાળને ધોઈ લેવા અને પછી ડુંગળીની છાલ ડુબાડેલા પાણીથી વાળને સાફ કરવા. આ ઉપાય તમારા માટે ચમત્કારી રહશે
૩.ડાઘ-ધબ્બાને દૂર કરવા
ચેહરા પર ઘણા લોકોને ડાઘ ધબ્બાની સમસ્યા હોય છે. જેને દુર કરવા માટે ઘણા અલગ અલગ પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય છે. જો કે આવી પ્રોડક્ટ ઘણી વાર નુકશાન પણ કરે છે. આ સમસ્યાને દુર કરવા માટે ડુંગળીની છાલને ક્રશ કરી તેમાં હળદર નાખી તેની પેસ્ટ બનાવી ચહેરા પર જ્યાં ડાઘ-ધબ્બા દેખાય ત્યાં આ પેસ્ટ લગાવવી. ૧૦ મિનિટ પછી ચેહરો ઠંડા પાણીથી ધોઈ લેવો.

print

Comments

comments

VOTING POLL