online શોપિંગ કરતાં લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, 61 હજારનો લાગ્યો ચુનો

July 24, 2018 at 12:08 pm


ઓનલાઈન શોપિંગમાં થતી છેતરપિંડીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ બેગલુરુમાં બન્યો છે જેમાં એક કંપનીમાં કામ કરતાં કર્મચારીએ 20 ગ્રામનો સોનાનો સિક્કો ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યો હતો. પરંતુ ફ્લિપકાર્ટમાંથી આવેલા પાર્સલમાંથી કંઈ જ ન નીકળ્યું. અમિત ગર્ગ નામના વ્યક્તિએ ફ્લિપકાર્ટમાંથી 20 ગ્રામ સોનાનો સિક્કો ઓર્ડર કર્યો હતો. પરંતુ જ્યારે તેણે બોક્સ ખોલ્યું તો તેમાં કંઈજ ન હતું. અમિતએ ફરિયાદ ફ્લિપકાર્ટમાં કરી પણ છે પરંતુ તેનો કોઈ ઉકેલ હજુ સુધી આવ્યો નથી. અમિત નામના વ્યક્તિએ સોનાના સિક્કા માટે 61 હજાર રૂપિયા ચુકવ્યા હતા.

print

Comments

comments

VOTING POLL