રોજ ખાઓ એક નારંગી અને આંખોની બીમારી થવાનું ઘટી જશે જોખમ

July 21, 2018 at 12:11 pm


દિવસમાં એકવાર એક નારંગી આરોગવાથી અંધાપાના સામાન્ય કારણોનું નિવારણ થતું હોય છે. સાઇટ્રસ ધરાવતું આ ફળ દિવસમાં એકવાર આરોગવાથી ઉંમર સંબંધી દૃષ્ટિની ખામીઓને ૬૦ ટકા નિયંત્રણમાં રાખે છે. સિડની યુનિવર્સિટીની મુખ્ય સંશોધકનું કહેવું છે કે નારંગીમાં રહેલું ફ્લેવોનોઇડ તત્ત્વ રોગોથી બચાવ કરે છે. ફ્લેવોનોઈડ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે અને લગભગ તમામ ફળ અને શાકભાજીમાં ઉપલબ્ધ હોય છે પરંતુ નારંગીમાં રહેલું ફ્લેવોનોઇડ અંધાપા સામે શા માટે રક્ષણ આપે છે તે હજી સ્પષ્ટ નથી થઈ શક્યું.

ભૂતકાળમાં વિટામિન સી, ઇ અને એ ધરાવતા પોષક દ્રવ્યોના ચક્ષુ પરના પ્રભાવ વિશે અભ્યાસ થઈ ચૂક્યા છે. પરંતુ પ્રોફેસર ગોપીનાથે નવા અભિગમ સાથે સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધકે ફ્લેવોનોઈડ અને અંધાપા વચ્ચેના સંબંધ વિશે સંશોધન હાથ ધર્યું હતું. તેમનું કહેવું છે કે ફ્લેવોનોઈડ એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે અને લગભગ તમામ ફળ અને શાકભાજીમાંથી ઉપલબ્ધ રહે છે. તે રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે.

print

Comments

comments

VOTING POLL