પાક.માં ગર્ભવતી ગાયિકાની લાઈવ શો દરમિયાન ગોળી મારી કરાઈ હત્યા, video વાઇરલ

April 12, 2018 at 5:55 pm


સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયો પાકિસ્તાની ગાયિકાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. વિડીયોમાં એક ગર્ભવતી ગાયિકાને સ્ટેજ પર જ ગોળી મારી દેવામાં આવે છે.

વાઇરલ વિડીયો પાકિસ્તાનના લરકાના જિલ્લાનો છે જ્યાં એક કાર્યક્રમમાં ગીત ગાવા માટે પહોંચેલી ગાયિકાની હત્યા કરવામાં આવી હતી. આ ગાયિકાનો વાંક માત્ર એટલો હતો કે તેણે ત્યાં હાજર વ્યક્તિની ગીતની ફરમાઈશ પૂરી ન કરી. 24 વર્ષીય ગાયિકા સમીના સમૂન 6 માસથી ગર્ભવતી હતી. તે સ્ટેજ પર ગીત ગાવા માટે ઊભી થાય છે અને તેને કાર્યક્રમમાં હાજર અહમદ જટોઈ નામનો શખ્સ ગોળી મારી દે છે. આ સમગ્ર ઘટના એક વિડીયોમાં કેદ થઈ હતી. જે હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

print

Comments

comments

VOTING POLL