સંગ્રામ-પાયલ જોડાશે લગ્નગ્રંથીથી

July 14, 2018 at 1:09 pm


ટીવી સ્ટાર રૂબીનાએ તાજેતરમાં જ પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. જ્યારે હવે વધુ એક ટીવી સ્ટાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અભિનેત્રી પાયલ રોહતગી અને સંગ્રામ સિંહએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો છે. બંને નવેમ્બરમાં લગ્ન કરશે. મહત્વપૂર્ણ છે કે બંનેએ 2014માં સગાઈ કરી હતી. સગાઈના લાંબા સમય પછી હવે તે લગ્ન કરવા તૈયાર થયા છે. બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે સગાઈ પછી 1 વર્ષમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ કામની વ્યસ્તતાના કારણે લગ્ન ન કરી શક્યા અને હવે તેમણે નવેમ્બર માસમાં લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે.

print

Comments

comments

VOTING POLL