PDM સ્કૂલ એકાએક બંધ કરી દેવાનો નિર્ણય: વાલીઓના જબ્બર વિરોધ બાદ પાછો ખેંચાયો

January 11, 2017 at 3:32 pm


ચાલુ શૈક્ષણિક સત્રથી શ થયેલી પી.ડી. માલવિયા સ્કૂલ એકાએક અધુરા સત્રથી બંધ કરી દેવાનો નિર્ણય આ શાળાના સંચાલકોએ લેતાં અને તે અંગેની જાણ વાલીઓને કરાતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળેટોળાં આજે પીડીએમ કેમ્સ ખાતે એકત્ર થયા હતા અને કલાકો સુધીની લમણાઝીંક બાદ આખરે એક સત્ર માટે સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. વાલીઓના જણાવ્યા મુજબ ‘અમારી પાસે ફંડ નથી’ તેમ જણાવી શાળાના સંચાલકોએ સ્કૂલ બંધ કરવાની જાહેરાત કરી હતી. અધુરી ટર્મમાં સ્કૂલ કેમ બંધ થઈ શકે ? અમારા સંતાનોના ભવિષ્યનું શું ? તેવી દલીલો સાથે આજે વાલીઓએ સ્કૂલમાં હોબાળો બોલાવ્યો હતો અને આખરે ટ્રસ્ટીઓને બોલાવવામાં આવ્યા હતા. વાલીઓમાંથી પાંચ પ્રતિનિધિઓને ટ્રસ્ટીઓ સાથે ચચર્િ માટે બોલાવવામાં આવ્યા હતા. સ્કૂલ બિલ્ડિંગ વાપરવા માટે ટ્રસ્ટીઓએ શાળા સંચાલકોને છૂટ આપતાં આગામી ફેબ્રુઆરી માસ સુધી સ્કૂલ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો અને સમસ્યાનું નિરાકરણ ફટાફટ થઈ ગયું હતું.

print

Comments

comments

VOTING POLL