પીએનબી કૌભાંડ બાદ ડાયમડં જવેલરીની માગમાં ઘટાડો

March 9, 2018 at 11:23 am


નીરવ મોદી અને મેહુલ ચોકસીના રૂા.૧ર,૭૦૦ કરોડના છેતરપીંડી કેસ બાદ ડાયમડં જવેલરી પરથી ભારતીય ગ્રાહકોનો વિશ્ર્વાસ ડગી ગયો છે. હીરાજડીત તથા સાદાં આભૂષણો માટેની માગ વાર્ષિક ધોરણે ૧પ–ર૦ ટકા ગગડી છે અને આ ઘટાડા માટે ફેબ્રુઆરીમાં બહાર આવેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસને જવાબદાર માનવામાં આવે છે.
ટ્રેડર્સ એમ પણ ઉમેરે છે કે, જાન્યુઆરીથી સોનાનું હોલમાકિગ હજુ ફરજીયાત થયું નથી ત્યારે ગ્રાહકો હવે સોનાની શુદ્ધતા અંગે સાવચેત બન્યા છે તથા પોતાની ખરીદી હાલના ધોરણે મુલતવી રાખી રહ્યા છે. ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જવેલર્સ એસોસિયેશનના ચેરમેન નીતિન ખંડેલવાલે જણાવ્યું હતું કે એવા અહેવાલો મળી રહ્યા છે કે ગીતાંજલી જૂથ દ્રારા સિન્થેટિક હીરાને સાચા હીરા તરીકે ગણાવીને વેચવામાં આવ્યા છે. આના કારણે ગ્રાહકોમાં ગભરાટ પ્રસર્યેા છે કે જેઓ જવેલરીની ગુણવતા બાબતે ચકાસણી કરાવી રહ્યા છે. દેશમાં ગોલ્ડ જવેલરી માર્કેટનું કદ રૂા.ત્રણ લાખ કરોડનું છે.
ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ ઉમેયુ હતું કે, રૂા.૧ર,૭૦૦ કરોડના કૌભાંડના કારણે માગમાં વાર્ષિક ધોરણે ૧પ–ર૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે અમે આશાવાદી છીએ કે મહિનાના અંતથી પરિસ્થિતિમાં સુધારો શરૂ થશે. અમારી ધારણા એવી છે કે તમામ જવેલર્સ માટે હોલમાકિગને ફરજિયાત બનાવવામાં આવશે તો લોકો હીરા મઢેલા આભૂષણોના બદલે સોનાનાં સાદાં આભૂષણો પર પોતાની પસંદગી ઢોળશે. સરકારે એવો નિર્દેશ આપ્યો છે કે જાન્યુઆરીથી હોલમાકિગ ફરજિયાત કરવામાં આવશે પરંતુ હજુ તેના માટેનો કાયદો તથા નિયમો ઘડાયા નથ તેના કારણે તેમાં વિલબં થઇ રહ્યો છે. ઇન્ડિયન એસોસિયેશન ઓફ હોલમાકિગ સેન્ટર્સના પ્રેસિડન્ટ હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું કે, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ નિયમો તથા કાયદો તૈયાર કરી લીધો છે તથા કાયદા મંત્રાલયને સુપરત પણ કરી દીધો છે. તેમણે ઉમેયુ હતું કે ફરજિયાત હોલમાકિગ હવે ગમે ત્યારે લાગુ થશે

print

Comments

comments

VOTING POLL