પોપટલાલના થશે લગ્ન, જાણો કોણ છે તેની દુલ્હન
August 22, 2018 at 11:26 am
તારક મહેતાના ઉલ્ટ ચશ્મા સીરીયલના ચાહકો પોપટલાલના લગ્ન થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે દર્શકોની આ ઈંતેઝારીનો અંત આવી જશે. કારણ કે પોપટલાલના લગ્ન થવાની તૈયારીઓ થઈ ચુકી છે. પોપટલાલના લગ્ન સીરીયલમાં એક ભૂત સાથે થવાના છે. શોમાં હાલ ડરાવની દુલ્હનનો ટ્રેક ચાલી રહ્યો છે. આ ટ્રેકના જ ભાગરૂપે પોપટલાલ ભૂતની સાથે લગ્ન કરશે.