પ્રવીણ તાેગડિયાના અમરણાંત ઉપવાસનું બદલાયું સ્થળ

April 16, 2018 at 7:55 pm


ગુરુગ્રમ ખાતે યોજાયેલી વિહિ?ની ચૂંટણીમાં ડો.પ્રવીણ તાેગડિયાની હકાલપટ્ટી બાદ આવતીકાલથી તેઆે અમદાવાદમાં અચોક્કસ મુદત માટે અમરણાંત ઉપવાસ પર ઉતરી રહ્યાા છે. ડો.પ્રવીણ તાેગડિયાનું ઉપવાસનું સ્થળ છેલ્લી ઘડીયે બદલવામાં આવ્યું છે. પહેલા તેમના ઉપવાસ બત્રીસી હોલ ખાતે યોજાવાના હતા પરંતુ હવે તે સ્થળ બદલી હેલ્મેટ સર્કલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઆે ઉપવાસ આંદોલન શરૂ કરવા જઇ રહ્યાા છે. ડો.તાેગડિયાના સત્યાગ્રહમાં ધાર્યા કરતાં વધુ લોકો અને સાધુ-સંતાે, મહંતાે અને હિન્દુ સંગઠનાેના પ્રતિનિધિઆે જોડાઇ શકે તેમ હોઇ ઉપવાસનું સ્થળ બદલાયું હોવાનું મનાઇ રહ્યું છે. બીજીબાજુ, ડો.તાેગડિયાના અમરણાંત ઉપવાસને લઇ ગુજરાત સહિત દેશભરના સાધુ-સંતાે અને મહંતાે પણ હવે તેમના સમર્થનમાં આગળ આવી રહ્યાા છે. સનાતન સંસ્થાએ ડો.તાેગડિયાના ઉપવાસમાં પાેતાનું સમર્થન જાહેર કર્યું છે, તાે અખિલ ભારતીય ગાૈ રક્ષક ટ્રસ્ટના સÇયોએ આજે તાેગડિયા સાથે મુલાકાત કરી હિન્દુઆે, રામમંદિર અને ગાૈ હત્યા રોકવા જે ઉપવાસ આદરવાનું એલાન આÃયું છે, તેને પાેતાનું ખુલ્લું સમર્થન આÃયું છે. ટ્રસ્ટના અવધૂત રામાયા મહારાજે દાવો કર્યાે હતાે કે, દેશના સાધુ-સંતાે, મહંતાે અને અન્ય મહાનુભાવો ડો.તાેગડિયાની સત્યની લડાઇ સાથે છે. દરમ્યાન આજે સાેમવતી અમાસના પવિત્ર દિવસે ડો.પ્રવીણ તાેગડિયાએ શહેરના સુપ્રસિધ્ધ કર્ણમુકતેશ્વર મહાદેવ ખાતે ભોળાનાથની પૂજા કરી તેમના સંકલ્પ પૂર્ણ કરવાના આશીવાૅદ મેળવ્યા હતા. આ પ્રસંગે ડો.તાેગડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં આજે બાળકીઆે, બેટીઆે અને મહિલાઆે સુરક્ષિત નથી, તેઆે ખુલ્લેઆમ બળાત્કારનાે ભોગ બની રહી છે, ખેડૂતાે આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે અને દેશની સરહદો પર જવાનાે સુરક્ષિત નથી તેવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશમાં ફરી રહ્યાા છે તે ઘણી ગંભીર, ચિંતાજનક અને આઘાતજનક બાબત છે. તમારી સાથે આવતીકાલથી ઉપવાસમાં કોણ કોણ જોડાશે એ પ્રનના જવાબમાં ડો.તાેગડિયાએ જણાવ્યું હતું કે, મેં મારા અમરણાંત અનશનની વાત કરી છે, મારી સાથે આવીતકાલે મંચ પર કોણ કોણ જોડાય છે તે તાે આવતીકાલે ખબર પડી જશે. બીજીબાજુ, ગુજરાત સહિત દેશભરમાંથી સાધુ-સંતાે અને મહંતાેનું ડો.તાેગડિયાને ભારે સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. તાેગડિયાના સમર્થનમાં ગુજરાત સહિત દેશભરમાંથી સંતસમાજના સાધુ-સંતાે અને ગાૈ સંસ્થાઆેના પ્રતિનિધિઆે અમદાવાદ તરફ આવી રહ્યાા છે. આવતીકાલથી ડો.તાેગડિયાના અમરણાંત ઉપવાસમાં વિહિપ સાથે છેડો ફાડનારા અનેક આગેવાનાે અને મહાનુભાવો તેમ જ હિન્દુ સંગઠનાેના પ્રતિનિધિઆે જોડાય તેવી પણ શકયતા છે. બીજીબાજુ, અંદરખાને તાેગડિયાને મનાવવાના પ્રયાસાે પણ ચાલી રહ્યાા છે. જો કે, તાેગડિયા પાેતાના સત્યાગ્રહની લડત માટે મક્કમ છે. આવતીકાલથી તેઆે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમરણાંત ઉપવાસ પર બેસવાના છે. છેલ્લા ત્રણ દિવસથી ડો.તાેગડિયાના સમર્થનમાં વિશ્વિ હિન્દુ પરિષદના હજારો કાર્યકતાૅઆે, હોદ્દેદારો અને અગ્રણીઆેએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સામૂહિક રાજીનામા ધરી દેવાનું ચાલું કર્યું છે. જેને લઇ રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશભરમાંથી વિશ્વ હિન્દુ પરિષદના સાત હજારથી વધુ કાર્યકતાૅઆે, હોદ્દેદારો અને અગ્રણીઆેએ ડો.તાેગડિયાના સમર્થનમાં પોતાના રાજીનામા ધરી દીધા છે.

print

Comments

comments

VOTING POLL