પ્રિયાએ આંખ મારી મેળવી ફિલ્મ!

March 13, 2018 at 6:03 pm


ફ્રેબ્રુઆરી મહિનામાં મલયાલી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વાૅરિયરનો એક વીડિયો ખૂબ વાયરલ થયો હતો. તેમાં તે એક છોકરાને આંખ મારતી જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. આ વીડિયોનો ફાયદો પ્રિયા પ્રકાશને મળ્યો છે. તેને બાૅલીવૂડની એક ફિલ્મ મળી ગઇ છે, એ પણ મોટા બૅનરની. પ્રિયાને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ની આૅફર થઇ છે. ફિલ્મના સહ-નિમાર્તા કરણ જોહર પણ ઇચ્છતો હતો કે ફિલ્મમાં પ્રિયાને લેવામાં આવે. પ્રિયા અગાઉ રણવીર સિંહ સાથે કામ કરવાની ઇચ્છા પ્રગટ કરી ચૂકી હતી. જોકે, ફિલ્મમાં તેનો મોટો રોલ નથી, પરંતુ પ્રિયા આંખ મારીને રાતોરાત ખૂબ લોકપ્રિય થઇ ગઇ છે અને બાૅલીવૂડને તેમાં રસ પડéાે છે. ‘સિમ્બા’ને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીર પોલીસના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ આ વર્ષે 21 ડિસેમ્બરે રિલીઝ થશે.

print

Comments

comments

VOTING POLL