કૌભાંડી નીરવ મોદી સાથે છેડો ફાડશે પ્રિયંકા ચોપરા

February 23, 2018 at 4:39 pm


પંજાબ નેશલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ જોડાયું હતુ. આ નામ જોડાવાનું કારણ હતો એક કરાર જે પ્રિયંકાએ વર્ષ 2017માં કર્યો હતો. પરંતુ હવે પ્રિયંકા ચોપરાએ આ કરાર તોડવાનો નિર્ણય કરી લીધો છે. પીએનબી મામલે થયેલા ઘટસ્ફોટ બાદ પ્રિયંકાએ નીરવ મોદીની બ્રાંડ સાથે કરેલા કરાર તોડવાનો નિર્ણય કરી લીધો છે.

પ્રિયંકા ચોપરા તરફથી તેના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે નીરવ મોદી પર પીએનબી કૌભાંડ મામલે લાગેલા આરોપ બાદ પ્રિયંકા ચોપરાએ આ નિર્ણય લીધો છે. પ્રિયંકા ચોપરા વર્ષ 2017માં નીરવ મોદીની બ્રાંડ માટે ગ્લોબલ એમ્બેસેડર બની હતી. તે નીરવ મોદી માટે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાહેર ખબરમાં પણ જોવા મળી હતી.

print

Comments

comments

VOTING POLL