ડિફોલ્ટરોના ફોટા અખબારોમાં છપાવવા માટે બેંકોને આદેશ નાણામંત્રાલયનો આદેશ

March 14, 2018 at 11:44 am


સરકારે બેન્કોને ઇરાદાપૂર્વક કરજ પાછું નહિ ભરતા લોકોના નામ, ફોટા અને અન્ય વિગત અખબારોમાં છપાવવાની સૂચના આપી હતી. નાણાં મંત્રાલયે બધી રાષ્ટ્ર્રકૃત બેન્કોને પત્ર લખીને આવા ડિફોલ્ટર્સના નામ સાથેના ફોટા પ્રસિદ્ધ કરતા પહેલાં બોર્ડની મંજૂરી લેવાની પણ સૂચના આપી હતી.
રાષ્ટ્ર્રકૃત બેન્કોનું જંગી કરજ ઇરાદાપૂર્વક નહિ ભરનારા લોકોની સંખ્યા ૨૦૧૭ના ડિસેમ્બરના અંતે વધીને ૯,૦૬૩ થઇ હતી. કેન્દ્રના રાય કક્ષાના નાણાપ્રધાન શિવપ્રતાપ શુકલે લોકસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર્રકૃત બેન્કોની આવી બેડ લોન્સની રકમ પિયા ૧,૧૦,૦૫૦ કરોડ થઇ ગઇ છે.
સરકારે ગયા અઠવાડિયે બેન્કોની પાસેથી પિયા પચાસ કરોડ કે તેનાથી વધુનું કરજ લેનારા લોકોના પાસપોર્ટની વિગત મગાવી હતી. પાસપોર્ટની વિગત હોય તો આવા ડિફોલ્ટર્સને દેશમાંથી નાસી જતાં રોકવામાં સહાય મળશે. નાણાકીય સેવાના સચિવ રાજીવ કુમારે જણાવ્યું હતું કે બેન્ક કૌભાંડમાં ડિફોલ્ટર્સના પાસપોર્ટની વિગત હશે તો તુરત પગલાં ભરી શકાશે.

બેન્કોએ હાલમાં જે લોકોએ પિયા પચાસ કરોડથી વધુનું કરજ લીધું છે તેઓના પાસપોર્ટની વિગત ૪૫ દિવસમાં ભેગી કરવી પડશે. નીરવ મોદી, મેહત્પલ ચોકસી, વિજય માલ્યા, જતિન મહેતા જેવા અનેક ડિફોલ્ટર બેન્કોનું કરજ ચૂકવ્યા વિના વિદેશ નાસી ગયા છે

print

Comments

comments

VOTING POLL