પુતિનની સાથે શિખર સંમેલનથી ભારત–રશિયાના સંબંધો મજબૂત બનશે: મોદી

May 21, 2018 at 11:58 am


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યકત કરી છે કે રાષ્ટ્ર્રપતિ વ્લાદમીર પુતિન સાથેની તેમની બેઠક બાદ ભારત અને રશિયાના સંબંધો વધુ મજબૂત બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીયની રશિયાની મુલાકાતે પહોંચ્યા છે.
આ અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે હત્પં સોચીમાં યોજાનારી રાષ્ટ્ર્રપતિ પુતિન સાથેની બેઠકને લઇને હત્પં ઉત્સાહિત છું. સોમવારે યોજાનાર આ અનોપચારિક સંમેલન દરમિયા બંને નેતાઓનું ધ્યાન વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર કેન્દ્રીત રહેશે.
જેમાં ઇરાન સાથેની પરમાણુ સમજુતિથી દૂર થવાના અમેરિકાના નિર્ણય પર ચર્ચા હાથ ધરવામાં આવશે. સૂત્રોને મળતી જાણકારી મુજબ બંને નેતાઓ વચ્ચે ચાલનારી ૪ થી ૬ કલાકની બેઠક માટે કોઇ એજન્ડા તૈયાર કરવામાં આવ્યો નથી.
બંને નેતાઓ વચ્ચે ઇરાન એટમી ડીલથી અમેરિકાની પીછહઠ કરવાના નિર્ણયની આર્થિક અસર, અફઘાનિસ્તાન અને સીરિયાની સ્થિતિ, આતંકવાદના કારણે આગામી શંઘાઇ સહયોગ સંગઠન અને બ્રિકસ સંમેલન મુદ્દો પર વાતચીત થવાની શકયતાઓ જોવામાં આવી રહી છે.
બંને નેતાઓ અમેરિકા તરફથી રશિયા પર લગાવામાં આવેલ કાઉન્ટરિંગ એડવસરીઝ થ્રુ સેકશન એકટ (કાટસા)ના ભારત–રશિયા રક્ષા સંબંધો પર પડનારી સંભવિત અસર પર ચર્ચા કરશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં રશિયાની ચૂંટણીમાં પુતિનની જીત થયા બાદ પ્રથમ વખત રશિયા પહોંચ્યા છે. યાં બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક શિખર સંમેલન યોજાશે. જેમાં બંને દેશના આર્થિક અને રાજકિય સંબંધોને મજબુત બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. વર્ષ ૨૦૦૦થી દર વર્ષે ભારત અને રશિયા વચ્ચે શિખર સંમેલન યોજાઇ રહ્યું છે

print

Comments

comments

VOTING POLL