રેલવેમાં 90,000 જગ્યા માટે 1.5 કરોડ અરજી

March 13, 2018 at 2:01 pm


ભારતીય રેલવેને 90,000 જગ્યા માટે આેનલાઇન રેકોર્ડ 1.5 કરોડ અરજી મળી છે. ગ્રુપ-સી અને ગ્રુપ-ડી કેટેગરીમાં રેલવેએ માસિક રૂા.18000થી રૂા.60000ના પગારની જોબ માટે અરજી મગાવી હતી. અરજીની છે. તારીખ 31 માર્ચ હતી. અરજદારોએ હવે જોબ મેળવવા આેનલાઇન ટેસ્ટની સિરીઝ પાસ કરવાની રહેશે. રેલવે મંત્રાલયે ગ્રુપ-ડી કેટેગરીની 63,000 જોબ માટે નોટિફિકેશન ઇશ્યૂ કર્યું હતું. ત્યાર પછી લાકો પાઇલટ્સ અને આસિસ્ટન્ટ લોકો પાઇલોટ્સ માટે ર6,પ00 જોબનું વધુ એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. નોકરી માટે આેછામાં આેછી શૈક્ષણિક લાયકાત હાઇસ્કૂલ પાસ અને આઇટીઆઇ ડિપ્લોમા હતી. એક વરિષ્ઠ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેની કોઇ પણ કેટેગરી માટે મળેલી આ સૌથી વધુ અરજી છે.

print

Comments

comments

VOTING POLL