ચોમાસામાં આ રીતે સ્વાસ્થ્યનું કરો જતન

July 19, 2018 at 7:07 pm


ચોમાસામાં વરસાદ વરસવાની શરૂઆત થવાની સાથે જ કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાની ઈચ્છા થવા લાગે છે. પરંતુ જો આ સીઝનમાં તમે ખાણીપીણી અંગે સાવચેત ન રહો તો સ્વાસ્થ્ય ખરાબ થતાં સમય નથી લાગતો. ચોમાસામાં શક્ય હોય ત્યાં સુધી બહારનો ખોરાક ખાવાનું ટાળવું હિતાવહ છે. તળેલા અને તીખા ખોરાક ખાવાથી ચોમાસામાં તબીયત ખરાબ થાય છે.

આ ઉપરાંત ચોમાસામાં ઘરની આસપાસ પાણી જમા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પાણીના ખાડામાં જન્મતા મચ્છર ગંભીર બીમારીઓને નોંતરે છે. ચોમાસામાં ફુલ સ્લીવના કપડા પહેરવાનો આગ્રહ રાખવો. તેમ છતાં જો તબીયત ખરાબ જણાય તો ઘરગથ્થુ ઉપાય કરવાને બદલે નિષ્ણાંતની સલાહ અચૂક લઈ લેવી.

print

Comments

comments

VOTING POLL