‘આજકાલ’ આયોજિત ઓટો એકસલરેટરની થીમને કાગળ ઉપર કંડારતા ચિત્રકારો

April 16, 2018 at 4:01 pm


કલાકારોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા માટેના પ્રયાસોના એક ભાગરૂપે ‘આજકાલ’ દૈનિક દ્રારા રોટરી કલબ ઓફ રાજકોટ અને ચિત્રનગરીના સહયોગથી રેસકોર્સની આર્ટ ગેલેરીમાં એક ડ્રોઈંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ભાગ લેનારા ચિત્રકારોએ ‘આજકાલ’ દ્રારા આયોજિત ઓટો એકસલરેટર–૨૦૧૮ની થીમ ઉપર ચિત્ર દોર્યા હતા. આ કોમ્પિટીશનમાં અનેક ઉભરતાં ચિત્ર કલાકારોએ ભાગ લીધો હતો અને પોતાની કલાનું પ્રદર્શન કયુ હતું. આ કોમ્પિટિશનમાં ભાગ લેનારા ચિત્રકારોએ પેન્સિલ અને કલરના અદભૂત સમન્વયથી જુદા જુદા વાહનો દોર્યા હતા. કલાકારોએ જે વાહનો દોર્યા હતા તે આગામી ૨૦મી તારીખથી રેસકોર્સ મેદાનમાં શરૂ થઈ રહેલા ઓટો એકસલરેટરમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ કોમ્પિટિશનમાં વિજેતા થનારા સ્પર્ધકોને ૨૦મી તારીખે સાંજે ઓટો શોના ઉદઘાટન સમયે ઈનામ આપવામાં આવશે. ‘આજકાલ’ના ગ્રુપ એડિટર ચંદ્રેશ જેઠાણીની પ્રેરણાથી યોજવામાં આવેલી આ ડ્રોઈંગ કોમ્પિટિશન એક ચોકકસ થીમ પર આધારિત હોય કલાકારોની પણ કસોટી થઈ હતી. આ તમામ કલાકારોને ખાસ ટી–શર્ટ પણ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ ચંદ્રેશ મનવાણી, અંજલી મનવાણી, ડાયરેકટર ભરત ઠુમ્મર, સંગીતા ઠુમ્મર, રોટેરિયન ચાર્મી પંચાસરા વગેરેએ આ સ્પર્ધામાં ભાગ લેનારા ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘આજકાલ’ દૈનિક દ્રારા ચિત્રકારોને પ્રોત્સાહન આપવા માટે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ પ્રસંગે ‘આજકાલ’ દૈનિકના જનરલ મેનેજર અતુલ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL