રાજકોટ તાલુકા પંચાયતમાં બઘડાટી, હરદેવસિંહ પર હુમલો કરી તાકી બંદૂક

August 30, 2018 at 7:17 pm


રાજકોટ તાલુકા પંચાયતમાં ગ્રાન્ટની ફાળવણી મામલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ભારે હોબાળો થયો હતો. તાલુકા પંચાયતના સભ્યો વચ્ચે બેઠકમાં ચર્ચા થવાને બદલી બંદૂક તાકવા અને હુમલો કરવાના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ વાઈરલ થયા છે. તાલુકા પંચાયતના 17 સભ્યોની ટીમ સાથે સહકારી ક્ષેત્રના આગેવાન હરદેવસિંહ જાડેજા દ્વારા ગ્રાન્ટ બાબતે રજૂઆત કરી હતી. પરંતુ તાલુકા પંચાયતના ટીકુભાઈ જાડેજા અને અન્ય સભ્યો સાથે ઉગ્ર બોલાચાલી થતાં હરદેવસિંહ પર હુમલો કરી બંદૂક તાકી ફાયરિંગ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે હરદેવસિંહ જાડેજા પોલીસ ફરિયાદ નોંધાવા પણ પહોંચ્યા હતા. હરદેવસિંહે આ સમગ્ર ઘટનામાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ પણ કાવતરાખોર તરીકે ઉચ્ચાર્યું હતું.

print

Comments

comments

VOTING POLL