Rajkot Latest News

 • dl
  ડ્રાઈવિંગ લાઈસન્સની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ માટે જન સેવા કેન્દ્ર મદદ કરશે

  ડ્રાઇવિંગ લાઇસન્સની એપોઇન્ટમેન્ટ લેવા ઇચ્છતા નાગરિકોએ હવે આરટીઓ એજન્ટનો સહારો લેવાની જરૂર પડશે નહીં. જેમને ઓન લાઇન એપોઇન્ટમેન્ટ લેતા આવડતું ન હોય તેવા નાગરિકોને હવે આરટીઓની લર્નિંગ લાઇસન્સની ઓન લાઇનની એપોઇન્ટમેન્ટ લેવી હશે તો તેઓ જન સેવા કેન્દ્રથી મેળવી શકશે. નાગરિકો જન્મ મરણના દાખલા, 7/1રના ઉતારા સહિતનાં અન્ય કામોની સાથે એક જ સ્થળેથી જન સેવા … Read More

 • default
  ચાલુ વર્ષે નવી શરૂ થયેલી 300 શાળાઓમાં RTE હેઠળ પ્રવેશ શા માટે ન અપાયા ?: હાઈકોર્ટ

  રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં પ્રવેશને લગતી જાહેર હિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ચાલુ વર્ષે નવી શ થયેલી 300 શાળામાં આરટીઈ હેઠળ પ્રવેશ શા માટે ન અપાયા એવો પ્રશ્ર્ન કરીને નવી શાળાની અરજીની મુદત વધારી તો આરટીઈમાં પ્રવેશની મુદત કેમ ન વધારી એવું પણ પુછાણ લીધું છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણીક વર્ષ 2017-18થી રાજ્યમાં … Read More

 • IMG-20171216-WA0047
  રાહુલ ગાંધીની પ્રમુખપદે તાજપોશી: યુવક કોંગ્રેસ દ્વારા આતશબાજી

  કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાહલ ગાંધીની નિમણૂક થતાં અને તેમણે આ જવાબદારી સંભાળી લેતા રાજકોટ શહેર યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે સવારે 10-30 વાગ્યે આતશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મુકુંદ ટાંક, ભરતસિંહ જાડેજા, અમિત પટેલ, મયુરસિંહ પરમાર, હરપાલસિંહ જાડેજા, ગોપાલ બોરાણા, દિવ્યરાજસિંહ ભટ્ટી, ગુલામ મોહ્યુદ્દીન, રાજદીપસિંહ Read More

 • IMG-20171216-WA0006
  ફૂટપાથવાસીઓને રેનબસેરામાં ખસેડવા માટે મનપાની ઝુંબેશ

  રાજકોટ શહેરમાં હાલ કડકડતી ઠંડીમાં અનેક ગરીબો અને ઘરવિહોણા લોકો ફૂટપાથ પર સૂતા હોય છે. આવા ફૂટપાથવાસીઓને મહાપાલિકાના રેનબસેરામાં ખસેડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વધુમાં આ અંગે અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે નાઈટ ડ્રાઈવ હાથ ધરીને ફૂટપાથ પર સૂતેલા લોકોને રેનબસેરામાં સૂવા માટે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે … Read More

 • rmc logo5-12
  શહેરમાં વધુ 39 દુકાનોને નોટિસ ફટકારતી મનપા

  રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ શાખા દ્વારા આજે સતત બીજા દિવસે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરીને ફૂડ લાયસન્સ નહીં ધરાવતાં ધંધાર્થીઓ પર ધોંસ બોલાવવામાં આવી હતી. આજે વધુ 39 દુકાનોને નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. વિશેષમાં આ અંગે ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો.પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે હાલ શહેરમાં ખાણીપીણીની અનેક દુકાનો એવી છે … Read More

 • default
  ઓર્ગેનિક વેસ્ટમાંથી બનતાં ખાતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપતી મનપા

  રાજકોટ મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઓર્ગેનિક વેસ્ટમાંથી બનતાં ખાતર અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવાના હેતુથી શહેરની આજુબાજુના વિસ્તારોના ખેડૂતો માટે તાજેતરમાં એક પ્રમોશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ-2017 અંતર્ગત શહેરમાંથી એકત્રિત થતાં ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાની વ્યવસ્થાને અમલી બનાવવી આવશ્યક છે. વિશેષમાં આ અંગે મ Read More

 • default
  શરીરની કોઈપણ ખામી ચામડીના રોગ માટે જવાબદાર: ડો.રાજેશ બુધ્ધદેવ

  ચામડીએ શરીરના અંદરના રોગાનો આયનો છે. મતલબ કે ચામડી પર દેખાતા રોગ માટે શરીરના અંદરના કોઈને કોઈ ભાગ તેની સાથે સંકળાયેલા હોય છે. તેમજ હાર્મોન્સના કારણે પણ ચામડીના વિવિધ રોગ થતાં હોય છે એમ આઈ.એ.ડી.વી.એલ.ના નેશનલ વાઈસ પ્રેસીડન્ટ અને ડમર્ઝિોન-2017ના જોઈન્ટ કો-ચેરપર્સન ડો.રાજેશ બુધ્ધદેવે જણાવ્યું હતું. રાજકોટ ડર્મેટોલોજીસ્ટ એસોસીએશન દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ ચર્મ રોગ … Read More

 • rupani-rajyaguru
  રાજકોટની 4 બેઠકમાં કોની ‘હાર’, કોને ‘હારતોરા’ સોમવારે ફેંસલો

  ગુજરાત વિધાનસભાની રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકની મત ગણતરી આગામી તા.18ના રોજ સોમવારે સવારે 8 વાગ્યાથી કણકોટ ખાતે આવેલી એન્જિનિયરિ»ગ કોલેજમાં શરૂ કરવામાં આવશે. પરિણામ આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી હોવાથી રાજકીય પક્ષો અને ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોની ધડકનો તેજ બની ગઈ છે. તો બીજી બાજુ કોણ જીતે છે અને કોણ હારે છે ં તે જાણવા … Read More

 • xray
  ‘મારો વિજય નિશ્ચિત છે’ રાજકોટની ચારેચાર બેઠકના ભાજપ-કાેંગ્રેસના ઉમેદવારોના દાવા

  ગત તા.9 ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે એડીચોટીનું જોર લગાવનાર ભાજપ-કાેંગ્રેસના ચારે ચાર બેઠકના ઉમેદવારો અને તેના સમર્થકો ‘અમારો વિજય નિશ્ચિત છે’ તેવા દાવા બેધડક કરી રહ્યા છે. જો બધી જ બેઠકો પર ભાજપ-કાેંગ્રેસના બન્ને ઉમેદવારો જીતી જશે તો હારશે કોણ ં તેવો સવાલ મલકતા મને મતદારો પૂછી રહ્યા છે. વિજયભાઇ વિક્રમસર્જક લીડથી … Read More

 • rmc-babal
  મેયરને ‘કાળી ચૌદસિયા’ કહી વેરના વળામણા કરતો વિપક્ષ

  રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ડો.આંબેડકર ભવનમાં આજે સવારે 11 કલાકે રમેશભાઈ છાંયા સભાગૃહમાં મેયર ડો.જૈમન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને મળેલી જનરલ બોર્ડ મિટિંગનો વિપક્ષ કોંગ્રેસ દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. ગત જનરલ બોર્ડ મિટિંગમાં વોર્ડ નં.14ના ભાજપ્ના કોર્પોરેટર અને પૂર્વ મેયર ઉદય કાનગડે કોંગ્રેસીઓને ‘કાળી ચૌદશીયા’ કહ્યા હતા તેના વિરોધમાં જ્યાં સુધી શાસકો માફી ન મ Read More

Most Viewed News
VOTING POLL