Rajkot Latest News

 • default
  શાપર-વેરાવળ પાસે કતલખાને ધકેલાતા ત્રણ જીવ બચાવાયા

  શાપર-વેરાવળમાં શિતળા માતાજીના મંદિર પાસેથી પોલીસે એક છોટાહાથી વાહનમાંથી કતલખાને ધકેલાતા ત્રણ અબોલ જીવને છોડાવ્યા હતા. પોલીસે આ બારામાં વાહન ચાલક સહિત ત્રણ શખસોની ધરપકડ કરી હતી. લોધીકાના કાંગશીયાળી ગામે રહેતા મુકેશ રાણાભાઈ પટેલ નામના યુવાને આપેલી બાતમીને આધારે શાપર-વેરાવળ પોલીસે ગઈકાલે રાત્રીના શિતળા માતાજીના મંદિર પાસેથી પસાર થયેલા છોટાહાથી વાહન નં.જીજે01સીએકસ 9241માંથી બે Read More

 • default
  મહાપાલિકાની સ્ટેન્ડિગમાં વિરોધ વચ્ચે રૂા.222 કરોડના કામ મંજૂર

  રાજકોટ મહાપાલિકામાં આજે બપોરે 12 કલાકે ચેરમેન ઉદય કાનગડના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિ»ગ કમિટીની બેઠકમાં કુલ રૂા.222 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતાં. જેમાં વિપક્ષ કાેંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજાએ ત્રણ દરખાસ્તોમાં વિરોધ વ્યકત કર્યો હતો. એજન્ડામાં રહેલી તમામ 30 દરખાસ્તો ઉપરાંત અન્ય ત્રણ અરજન્ટ બિઝનેસ દરખાસ્તો સહિત કુલ 33 દરખાસ્તો પૈકી 30 દરખાસ્તો ‘સવાર્નુ Read More

 • default
  પાંજરાપોળ પાસે વૃધ્ધાનો ગળેફાંસો ખાઈ આપઘાતઃ અરેરાટી

  શહેરના સામાકાંઠે ભાવનગર રોડ પર આવેલ પાંજરાપોળ પાસે મેલડીમાના મંદિર પાસે રહેતા ઉષાબેન બાબુભાઈ ડાભી (ઉવ.60) નામના વૃધ્ધાએ આજે બપોરે કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરે દોરી પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગેની જાણ બી-ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પીએસઆઈ સાકડીયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ … Read More

 • default
  ગુજરાત હાઈકોર્ટમાં નજીકના ભવિષ્યમાં ચીફ જસ્ટિસ સહિત પાંચ જગ્યા ખાલી પડવાની સંભાવના

  ગુજરાત હાઈકોર્ટમાં તાજેતરમાં એક જસ્ટીસ વય નિવૃત થયા બાદ નજીકના ભવિષ્યમાં ટુંકાગાળામાં ચીફ જસ્ટીસ સહિત પાંચ જેટલા જજીસ વયનિવૃત થવાની સંભાવના હોય આ જગ્યાઆે ભરવા માટે મોટાપાયે કવાયત હાથ ધરાઈ રહ્યાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત હાઈકોર્ટમાં 28 જેટલા જજીસ પૈકી એક જસ્ટીસ પી.પી.ભટ્ટ તાજેતરમાં નિવૃત થયા હતા ત્યારે નજીકના ભવિષ્યમાં ટુંકાગાળામાં ચીફ … Read More

 • default
  વૃધ્ધાની હત્યાની શંકાએ પોલીસે અિગ્નદાહની ક્રિયા અટકાવી

  ત્રંબા નજીક ગોલીડા ગામે બનેલી રહસ્યમય ઘટના રાજકોટના ભાવનગર રોડ પર આવેલ ત્રંબા નજીક ગોલીડા ગામે કાઠી વૃધ્ધાની હત્યા કરી સ્મશાનમાં અંતિમવિધિ ચાલતી હોવાની જાણ થતાં જ આજીડેમ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ વૃધ્ધાનો અિગ્નદાહ અટકાવી સનસનાટી મચી જવા પામી છે. બનાવના પગલે સ્મશાન યાત્રામાં આવેલા ડાઘુઆે સ્તબ્ધ થઈ ગયા હતાં. એકલવાયું જીવન જીવતા … Read More

 • IMG-20180919-WA0061
  મહેસુલી તલાટીઆેની કામગીરી નકારાત્મક રીતે બતાવવાના થતાં પ્રયાસોનો વિરોધ

  મહેસુલી તલાટીઆેની કામગીરી નકારાત્મક રીતે બતાવવાના પંચાયત તાલાટીઆે દ્વારા છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા પ્રયાસોનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ સંદર્ભે રાજકોટ જિલ્લા અધિક કલેકટર પરિમલ પંડયાને રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ (વર્ગ-3) દ્વારા આવેદનપત્ર આપી આ પ્રñના નિવેડા માટે માગણી કરી હતી. મંડળના પ્રમુખ કિરીટસિંહ ઝાલા, મહામંત્રી એચ.ડી. રૈયાણી સહિતનાઆેની આગેવાનીમાં અધિક કલે Read More

 • Nitiin-bharadwaj
  કોર્પોરેટર નીતિન ભારદ્વાજ ડેંગ્યુના સકંજામાં સપડાયા

  સ્માર્ટ સિટી રાજકોટમાં મહાપાલિકા તંત્રના પાપે મચ્છરજન્ય રોગચાળો હાહાકાર મચાવી રહ્યાે છે ત્યારે પશ્ચિમ રાજકોટના પોશ વિસ્તાર અમીન માર્ગ પર વોર્ડ નં.8માં સાગર ટાવર એપાર્ટમેન્ટમાં રહેતા ભાજપના કોર્પોરેટર નીતિન ભારદ્વાજ પણ ડેંગ્યુના સકંજામાં સપડાઈ ગયા હોવાનું જાણવા મળે છે. છેલ્લા બે દિવસથી તેઆે ઘરે આરામમાં હોય હાલ તો તેમની હાલત હિન્દી શેરની પંિક્ત ‘થોડાસા બિમાર … Read More

 • sui khel mahakumbh competation
  ખેલ મહાકુંભની સ્પર્ધાનો કુલપતિના હસ્તે પ્રારંભ

  ખેલ મહાકુંભ-2018 અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આજે બેડમિંગ્ટન સ્પર્ધાનો કુલપતિ નિલાંબરી દવેના હસ્તે પ્રારંભ કરાયો ત્યારની તસવીર. આ તકે સિન્ડિકેટ સભ્ય નેહલભાઈ શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. Read More

 • IMG-20180919-WA0058
  ઘેર બેઠા માસીક 15 હજાર કમાઆેઃ જિલ્લા પંચાયત અને DRDAનો યુવાનો માટે નવતર પ્રયોગ

  રોજગારી માટે તક મળતી ન હોય ત્યારે તે ઉભી કરીને ઝડપી લેવાની હોય છે. આ વાતને રાજકોટ જિલ્લાના યુવાનોએ રાજકોટ જિલ્લા પંચાયતના ડીડીઆે અનિલ રાણાવસિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક બી.એમ. પ્રજાપતિ અને ડિસ્ટિ²કટ ઈન્ચાર્જ વી.એમ. બસીયાના સંયુકત પ્રયાસોથી ચરિતાર્થ કરી છે. સરકારે ગૂડઝ સવિર્સ ટેકસ (જીએસટી) લાગુ પાડયા બાદ તેના રિટર્ન ફાઈલ કરવાના … Read More

 • default
  સ્ટેચ્યુ આેફ યુનિટી માટે એકતા રથનું આયોજનઃ રાજકોટ જિલ્લાને બે રથ ફાળવાશે

  સ્ટેચ્યુ આેફ યુનિટી માટે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એકતા રથ કાઢવાનું આયોજન કરેલ છે. રાજકોટ જિલ્લામાં આ માટે બે રથની ફાળવણી કરવામાં આવશે તેવી જાહેરાત અધિક કલેકટર પરિમલભાઈ પંડયાએ કરી છે. અધિક કલેકટર પરિમલભાઈ પંડયાના જણાવ્યા મુજબ 60 ટકા જેટલા ગામડાંઆે રૂટમાં આવરી લેવામાં આવશે અને દરરોજ 10થી 12 ગામનો પ્રવાસ કરી સ્ટેચ્યુ આેફ યુનિટી … Read More

રાજકોટ રોજનીશી
Most Viewed News
VOTING POLL