Rajkot Latest News

 • booki1
  જુગારમાં કરોડો હારી જતાં બુકીએ ગામ છોડયું: પરિવાર પોલીસના શરણે

  શહેરના નામચીન બુકીએ જુગારમાં કરોડો પિયા હારી જતાં નાદારી નોંધાવી અને વડાપ્રધાન અને પોલીસ કમિશનર સમક્ષ કાકલુદી કરતો વિડીયો વાયરલ કરતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે તેના પરિવારજનોએ માલવીયાનગર પોલીસ મથકમાં માથાભારે રાજકોટ અને અમદાવાદના બુકીઓ દ્વારા કરાતી પઠાણી ઉઘરાણી કરતા હોવાની લેખીતમાં નામચીન બુકીના પરિવારજનોએ આપતા સનસનાટી મચી જવા પામી છે. … Read More

 • rape-clipart-gang-raped_1
  એસટી બસ સ્ટેન્ડ પાસેથી છરીની અણીએ યુવતીનું અપહરણ: બળાત્કારનો પ્રયાસ!

  રાજકોટમાં છેલ્લા ઘણાં સમયથી રીક્ષા ગેંગ સક્રિય બની છે ત્યારે બે દિવસ પહેલા મેટોડામાં રહેતા એન્જીનીયરીંગના છાત્રને છરીના ઘા ઝીંકી લૂંટી લીધાના બનાવની શાહી હજુ પોલીસ ચોપડે સુકાઈ નથી ત્યારે શહેરના એસટી બસ સ્ટેશન પાછળથી ધોરાજીની યુવતીનું કોઈ અજાણ્યા બે શખસો છરીની અણીએ રીક્ષામાં અપહરણ કરી લઈ જઈ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં … Read More

 • IMG-20170424-WA0004
  મહાપાલિકાનું મેગા ઓપરેશન: 3000 કિલો ઝેરી કેરી ઝડપાઇ

  રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને ફૂડ શાખા દ્વારા આજે મેગા ઓપરેશન હાથ ધરી મવડી અને રૈયારોડ સહિતના વિસ્તારોમાં દરોડા કાર્યવાહી દરમિયાન ઝેરી કેરીનો 3000 કિલોનો જથ્થો જપ્ત કરી તેનો સ્થળ પર જ નાશ કરી નાખ્યો હતો. અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે ખેતીવાડીમાં વપરાતાં રાસાયણિક પદાર્થ ‘ઈથેપોન સોલ્યુશન’થી કેરી પકવવાની નવતર મોડેસ ઓપરેન્ડી આજે ધ્યાન પર … Read More

 • Vijay-Rupani-29-3-17
  આવતીકાલથી બે દિવસ મુખ્યમંત્રી રાજકોટમાં: તંત્રમાં તડામાર તૈયાર

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલથી બે દિવસ માટે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાતને ધ્યાનમાં રાખી બુધવારે રાજકોટમાં સૌરાષ્ટ્ર્રભરના કલેકટરને બોલાવવા માટેનો તખ્તો ઘડાઈ રહ્યો છે અને સાંજ સુધીમાં સમગ્ર કાર્યક્રમ ફાઈનલ થઈ જશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે રાત્રે ૯–૨૦ વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યાંથી સીધા જ રેસકોર્સ ખાતે ‘બાપ્સ’ સ્વ Read More

 • default
  બાકીદારો સામે તારીખ 1લી મેથી સીલિંગ અને મિલકત હરાજી ઝુંબેશ

  રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકીદારો સામે 1લી મેથી પૂરજોશમાં સીલીંગ અને મિલકત હરાજીની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. હાલમાં બાકીદારો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના (વ્યાજમાફી યોજના) ચાલી રહી છે જેનો લાભ લેવાની હવે અંતિમ અને સુવર્ણ તક છે તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું. આગામી તા.30 એપ્રિલના રોજ વ્યાજમાફી યોજનાની … Read More

 • income-tax logo
  આવકવેરા કચેરીએ વેકેશનનો માહોલ: બદલી-બઢતીની જોવાતી રાહ

  આવકવેરા કચેરીએ રજાનો માહોલ જોવા મળી રહ્યો છે. એપ્રિલ-મે માસમાં એપ્રિલ મહિનામાં બદલી-બઢતીના ઓર્ડરો આવતા હોય હાલમાં આ ઓર્ડરની રાહ જોવાઈ રહી છે. નોટબંધી અને પીએમજીકેવાય અંતર્ગત કર્મચારીઓ પર આવકવેરા વિભાગના કર્મચારીઓ પર જવાબદારીનું ભારણ હતું. આ નવેમ્બરથી લઈને માર્ચ મહિના સુધી એક-એક કર્મચારીઓ પર ત્રણ ગણી જવાબદારીઓ સરકારે નાખી હતી. આ સમયગાળામાં ડીમોટાઈઝેશન બાદ … Read More

 • default
  કલેકટર કચેરીને સરકારે ફાળવેલા 24 કલાર્ક: સેટઅપમાં હજુ 60 કલાર્કની ઘટ

  રેવન્યુ વિભાગમાં ખાલી પડેલી કલાર્કની જગ્યાઓ ભરવા માટે તાજેતરમાં ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકુનની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 3000 જેટલા કલાર્કને રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં નોકરીના ઓર્ડર ઈસ્યુ કરાયા છે તે પૈકી રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર માટે 24 કલાર્ક ફાળવ્યા છે અને આ તમામે આજે પોતાના હાજરી રિપોર્ટ આપી દીધા છે. … Read More

 • default
  રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય કેન્દ્ર પર ગ્રામ પંચાયતની કચેરીનું દબાણ

  રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકના સરધાર ગામે આવેલા આરોગ્ય સબ સેન્ટર પર ગ્રામ પંચાયત કચેરીનો ગેરકાયદેસર કબજો જમાવી દેવાતાં આ પ્રકરણ ભારે વિવાદાસ્પદ બન્યું છે. આજે સરધારના આગેવાનો અને ગ્રામજનોનું મોટું ટોળું જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીએ આવ્યું હતું અને બન્ને વિભાગના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી આરોગ્ય સબ સેન્ટર પરના ગ્રામ પંચાયતની ઓફિસના કબજાને દૂર કરવાની … Read More

 • default
  રાજકોટનો યુવાન નાઈજીરિયામાં ફસાયો: પરિવારે વિદેશ મંત્રાલય પાસે માગી મદદ

  આજના યુવા વર્ગમાં વિદેશ જઈ નોકરી કરવાનું ભારે ઘેલુ લાગ્યું છે. ત્યારે ઘણીવાર વિદેશમાં નોકરી કરવા જતાં કાંઈક અજુગતુ પણ બનતું હોય છે. આવો જ એક કિસ્સો શહેરના એક પરિવાર સાથે બન્યો છે. જાણવા મળેલી વિગતો અનુસાર શહેરના નાનામવા સર્કલ પાસે રહેતો રાજેશ નામનો વ્યકિત પાંચ મહિના પહેલા નાઈજિરીયામાં કોઈ કંપનીમાં નોકરીમાં જોડાયો તહો. થોડા … Read More

 • default
  કાગદડી ગામ પાસે સ્વિફટ કારે બાઈકને ઠોકરે ચડાવતા મોરબીના મુસ્લિમ દંપતીનું મોત

  મોરબી રોડ પર કાગદડીનાં પાટીયા પાસે સ્વીફટ કારના ચાલકે ત્રિપલસવારી બાઈકને ઠોકરે ચડવાતા મોરબીના મુસ્લિમ દંપતિનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જયારે બે બાળકોને શરીરે ગંભીર ઈજા થતાં સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી … Read More

Most Viewed News
VOTING POLL