Rajkot Latest News

 • rain-3
  રાજકોટમાં વાવાઝોડા અને વીજ ગડગડાટ સાથે તોફાની વરસાદ: કરા પડ્યાં

  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો. બપોર પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. તેમજ જોતજોતામાં જ વીજળીના કડાકાભડાકા સાથે રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. બાદમાં વાતાવરણ રૌદ્ર રૂપ ધારણ કરીને તોફાની પવન ફુંકાયા … Read More

 • tomato1
  રાજકોટ માર્કેટ યાર્ડમાં હવે નાસિકના ટમેટાની ધૂમ આવક

  રાજકોટ માર્કેટ યાર્ડ હેઠળના રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોમાંથી થતી શાકભાજીની આવકો ઘટી ગઈ છે જેના લીધે હવે અમદાવાદ તેમજ અન્ય રાજ્યોમાંથી આવકો વધવા લાગી છે. ખાસ કરીને ટમેટા વિના સલાડ અધુરૂ ગણાય છે ત્યારે હાલમાં રાજકોટવાસીઆેની સલાડની ડીશ નાસિકના ટમેટા શોભાવી રહ્યા છે. સ્થાનિક ગ્રામ્ય સ્તરે પાણીના અભાવે આવકો ઘટતા ભાવોમાં પણ … Read More

 • rmc-25-4-17
  ધારાસભ્યોના મત વિસ્તારના કામોની ગ્રાન્ટ મહાપાલિકાને ફાળવાશે

  ધારાસભ્યોના મત વિસ્તારના વિકાસ કામોની ગ્રાન્ટ હવે મહાનગરપાલિકાના ફાળવવામાં આવનાર હોય આ અંગે આજરોજ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પરિપત્ર પ્રસિધ્ધ કરી જીએડી સહિતની વિવિધ શાખાઓને આ અંગેની જવાબદારીની સોંપણી કરી હતી. રાજય સરકારના સામાન્ય વહિવટ વિભાગના વંચાણેના ઠરાવ અન્વયે જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ધારાસભ્ય પોતાના મતવિસ્તારના સ્થાનિક અગત્યતા ધરાવતા સામુહિક વિકાસના કામો પ Read More

 • b n pani
  રેસકોર્સમાં કથાસ્થળેથી મહાપાલિકાએ રેંકડી-ચકરડીઓ હટાવતા હોબાળો

  રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષના સંપુર્ણ મેદાનમાં પંચનાથ ટ્રસ્ટ દ્વારા કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત કથાનું હોસ્પિટલના નિમર્ણિ અર્થે આયોજન કરાયું છે ત્યારે કથા શ થતા પુર્વે જ મામલે બીચકયો છે. રેસકોર્ષમાં કથા સ્થળ નજીકથી ચકરડીઓ અને વિવિધ રેંકડીઓ રાખી ધંધો કરતા 200 જેટલા ધંધાર્થીઓને ત્યાંથી હાકી કાઢવા માટે દબાણ હટાવ શાખાએ કાર્યવાહી કરતા ગરીબ ધંધાર્થીઓમાંથી … Read More

 • default
  મેયર બંગલે મહાપાલિકાના શાસકો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મળી ગુપ્ત બેઠક

  રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં શાસક પક્ષના પદાધિકારીઓની ચેમ્બર વચ્ચે ફકત એક દિવાલનું જ અંતર છે અને પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બર વચ્ચે ફકત 100 મીટર જેટલું જ અંતર છે છતાં કચેરીમાં બેઠક યોજવાના બદલે આજે સવારે રેસકોર્ષ રીંગરોડ સ્થિત મેયર બંગલો ખાતે શાસક પક્ષના પદાધિકારીઓ, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક ગુપ્ત … Read More

 • default
  રાજકોટમાં ટાઈફોઈડ, મરડો, કમળાના 1 ડઝન કેસ: મહાપાલિકાનો વીકલી હેલ્થ રિપોર્ટ જાહેર

  રાજકોટ શહેરમાં હિટવેવ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. એક સપ્તાહમાં મરડો, ટાઈફોઈડ અને કમળાના એક ડઝન કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત ઝાડા-ઉલ્ટીના કેસનું પ્રમાણ પણ વધ્યું છે. વિશેષમાં આ અંગે વિકલી હેલ્થ રીપોર્ટ જાહેર કરતા ડે. હેલ્થ ઓફીસર ડો. પી.પી.રાઠોડે જણાવ્યું હતું કે, એક સપ્તાહમાં ટાઈફોઈડના 4 કેસ, મરડાના 9 કેસ અને કમળાના 3 … Read More

 • default
  કાલે સવારે રૈયાધારે ડિમોલિશન

  રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા આવતીકાલે રૈયાધાર પીપીપી આવાસ યોજના નજીક રૈયા ટીપી સ્કીમ નં.૨૨ના ૧૫ મીટરના રોડ પરથી દબાણ રૂપ ૨૬ કાચાપાકા મકાનો અને ઝુપડા હટાવા માટે ડીમોલીશન કરવામાં આવનાર છે. વિશેષમાં આ અંગે ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશનરના આદેશથી રૈયાધાર પીપીપી આવાસ યોજના નજીક આવેલા … Read More

 • rcci-15-04-17
  રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં ચાલુ મહિનાના અંતે કારોબારી બેઠક: કમિટી ચેરમેનોની કરાશે વરણી

  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં પ્રતિીત ૬૩ વર્ષ જુની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં ચાલુ મહિનાના અંતે કારોબારી સમિતિની બેઠક મળનાર છે જેમાં વિવિધ કમીટીઓની રચના અને તેના ચેરમેનોની વરણી કરવામાં આવનાર છે. તેમજ કો–ઓપ્ટ સભ્યોની પસંદગી કરવા પણ મથામણ ચાલી રહી છે. આ ઉપરાંત સરકારી વિભાગોની સલાહકાર સમિતિના સભ્યપદ માટે વેપારીઓ અને … Read More

 • default
  રાજકોટના ઉદ્યોગપતિને ધમકી આપી ખંડણી માગનાર શખસ ઝડપાયો

  ચોટીલા તાલુકાના બામણબોર ગામની જીઆઈડીસીમાં સ્ટીલ ફ્રોઝ એન્ડ કાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા રાજકોટના ભાવેશભાઇ જયેન્દ્રભાઇ પાબારી તથા સમીરભાઇ કાંતીભાઇ કોટેચાને ફોન ઉપર ચોટીલાના નાની મોલડી ગામના જયરાજભાઇ કથુભાઇ ખાચરે રૂ.5 લાખની ખંડણી માંગ હતી. જેમાં દર મહીને રૂ.25 હજાર આપવા પડશે તેમ કહી ધમકી આપી હતી. કારખાનેદારે રીતની અવારનવાર ધમકી મળતાં પોલીસ માં જાણ કરી હતી. … Read More

 • default
  રોલેક્ષ કારખાના પાસે મિત્રની દુકાનમાં એસ્ટેટ બ્રોકરનો આપઘાત

  ગોંડલ રોડ પર આવેલ રોલેક્ષ કારખાના પાસે દિવ્યતેજ સ્કૂલની બાજુમાં મિત્રની દુકાનમાં કૃષ્ણનગરના ગરાસિયા યુવાન એસ્ટેટ બ્રોકરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવ અંગેની જાણ આજી ડેમ પોલીસમાં કરવામાં આવતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. બનાવ અંગેની વિગત મુજબ મવડી રોડ પર સ્વામિનારાયણ ચોક પાસે કૃષ્ણનગરમાં રહેતા અને જમીન … Read More

Most Viewed News
VOTING POLL