એક્શનથી ભરપૂર છે રજનીકાંતની કાલાનું ટીઝર

March 3, 2018 at 6:39 pm


રજનીકાંતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કાલાનું ટીઝર આખરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર પહેલા એક માર્ચના રોજ રિલીઝ થવાનું હતું. જોકે, કાંચી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના નિધન પછી તેમના સન્માનમાં એક દિવસ માટે પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. આ ટીઝર બે માર્ચના રોજ રિલીઝ થયું અને અત્યાર સુધીમાં તેને 75 લાખ લોકો જોઇ ચૂક્યાં છે.
રજની આ ફિલ્મમાં એક ડોનનો રોલ કરે છે. નાેંધનીય છે કે રજનીની આ એક્શન ફિલ્મનો ક્લાઇમેક્સ સીન પહેલા જ લીક થઇ ચૂક્યો હતો. જેમાં તે ફાઇટિંગ સીન કરતાં જોવા મળે છે. ટીઝરમાં નાના પાટેકર પણ જોવા મળે છે. આ ફિલ્મ તામિલ ભાષામાં છે પરંતુ તેને હિંદીમાં પણ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ નિમાર્તા ધનુષે ટિંટ કરીને જણાવ્યું હતું કે, કાંચી પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના સન્માનમાં કાલાનું ટીઝર એક દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું ટીઝર પહેલી તારીખના બદલે બીજી માર્ચના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ 27 એપ્રિલના રોજ રિલીઝ થશે.
નાેંધનીય છે કે આ ફિલ્મનું ડિરેક્શન પા.રણજીત કરી રહ્યાં છે. જેમણે કબાલીનું ડિરેક્શન કર્યું હતું. ધનુષ આ ફિલ્મના પ્રાેડયુસર છે. આ ફિલ્મમાં હુમા કુરૈશી અને અંજલિ પાટિલ પણ જોવા મળશે.

print

Comments

comments

VOTING POLL