રણબીરનું નામ સાંભળીને આલિયાનો ચહેરો લાલ થઇ જાય છે

May 16, 2018 at 6:38 pm


કેટલાય દિવસથી ચર્ચા ચાલી રહી છે કે ‘બ્રહાાં’ ફિલ્મના સેટ પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર વચ્ચે અફેર શરૂ થઇ ગયો છે. આલિયાનું હાલમાં જ સિદ્ધાથર્ મલ્હોત્રા સાથે બ્રેક અપ થઇ ગયું છે. બીજી બાજુ રણબીર પણ દીપિકા અને કેટરિના પછી કોઇની સાથે ડેટિંગ નથી કરી રહ્યાે. પણ આલિયાએ તેની સાથેના સંબંધોને ફક્ત અફવા ગણાવી છે. જોકે, તે બીજી બાજુ તેને પોતાનો પાક્કાે દોસ્ત અને તેનાથી પણ વધુ હોવાનું ગણાવે છે. ફિલ્મના સેટ પરથી જ એવી ખબરો મળી હતી કે બંને એકબીજાની બહુ નજીક આવી રહ્યા છે.
કેટલાક દિવસો પહેલા સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નમાં બંનેએ સાથે પિક્ચર પણ િક્લક કરાવ્યું હતું. તે પછી તો બંને વચ્ચે અફેર હોવાની વાતોને વધુ જોર મળ્યું હતું.
આલિયાએ પોતાનું રણબીર સાથેનું એક પિક્ચર સોશિયલ મીડિયા પર પણ મૂક્યું હતું. આ ઉપરાંત આલિયા તેમના અફેરની વાતો ‘રાઝી’ના પ્રમોશન વખતે પણ કરતી હતી. તે ઇન્ટરવ્યુમાં પણ કહે છે કે અમે બંને મિત્રથી વધારે છીએ. અમે કો-એક્ટર્સ પણ છીએ અને ‘બ્રûાં’માં સાથે કામ કરી રહ્યા છીએ. રણબીરનું નામ પડતાં તેના ગાલ લાલ થઇ જાય છે. આલિયા અને રણબીર બંને અફેરની બાબતે સરખા છે. બંનેના પહેલા-બીજા અફેરો તૂટી ગયા છે. આથી બંનેને સારા મિત્રની જરૂર છે જ, જે અફેરમાં પરીણમી શકે.

print

Comments

comments

VOTING POLL