rashiweekly rashiweekly – Aajkaal Daily
 • 01_mash
  મેષ: (અ.લ.ઇ)

  સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં સફળતા રહે. નોકરીમાં મનગમતું કાર્ય મળે. મિલકતથી લાભ. શેર સટ્ટાથી જાળવવું. સગાઈના કાર્યમાં સફળતા. કાનૂની પ્રશ્ર્નોમાં અનુકુળતા. વિદેશ જવાની તક મળે. સોમ, મંગળવાર લાભદાયક રહેશે. ભાગીદારી ધંધામાં કોઈ નવા આયોજન બાબત નિર્ણયો લેવાય. લગ્ન જીવનમાં મતભેદો દૂર થાય. કર્મચારી વર્ગનો સહકાર રહે. વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. મિત્રોની સલાહ ઉપયોગી રહે. રહેણાંકના મકાનમાં લકઝરી ફેરફારોની ઈચ્છા ફળે. પ્રવાસમાં લાભ.

 • 02_vrushabh
  વૃષભ: (બ.વ.ઉ)

  સપ્તાહ દરમિયાન નોકરીમાં પરિવર્તન થાય. વ્યવસાયમાં લાભ. મિલકતના પ્રશ્ર્નો ટાળવા. સગાઈના નિર્ણયોમાં ધીરજ રાખવી. શેર સટ્ટાથી લાભ. કાનૂની પ્રશ્ર્નો ટાળવા. નવા રોકાણમાં સાવધાની જરી. બુધ, ગુવાર વિશેષ લાભ રહે. નબળા વિચારોથી દૂર રહેવું. સ્વાસ્થ્ય બાબત માથાનો દુ:ખાવો રહે. કાયમી સ્થળાંતરની ઈચ્છા ફળે. લગ્નજીવનમાં કોઈ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. કર્મચારી વર્ગ સાથે કોઈ ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. ભાગીદારોને સહકાર આપવો.

 • 03_mithun
  મિથુન: (ક.છ.ઘ)

  સપ્તાહ દરમિયાન નાણાકીય મુશ્કેલીઓ બાબત અચાનક જ કોઈ આર્થિક ખર્ચ કે કોઈ કર્જ લેવું પડે તે ખર્ચ શુભકાર્ય માટે પણ હોય. કોઈ જમીન મકાનને લગતા કાર્યોમાં સફળતા મળવાની. તમારી તંદુરસ્તી બાબત સાવધાની રાખવાની છે. પિતા કે જીવનસાથીની તબિયત બાબત સાધારણ નબળો સમય રહેવા પામે. મોટી ઉંમરના સંતાનોને નોકરી કે ધંધાનો લાભ આ સપ્તાહથી મળી જવાની શકયતાઓ છે. સપ્તાહ દરમિયાન તમારે પણ કોઈ સારી એજન્સીની ઓફર આવે. પડવું આખડવું કે કોઈ નાની ઈજાઓથી આ સપ્તાહમાં ધ્યાન રાખવાનું છે. મહત્વના કાર્યો 16 જુલાઈ સુધીમાં આટોપી લેવા હિતાવહ છે. વિદ્યાર્થી વર્ગને મુસાફરી સાથે સાધારણ સમય રહેવા પામે.

 • 04_kark
  કર્ક: (ડ.હ)

  સપ્તાહ દરમિયાન શઆતના દિવસો નાણાકીય મુશ્કેલીવાળા રહેશે પણ સપ્તાહના છેલ્લા દિવસો આર્થિક સુધારા તરફી વાતાવરણ રહેવા પામે. રોકાયેલા નાણાં છૂટા થાય કે નાણાં મેળવવાની કોઈ સારી શકયતાઓ ઉભી થાય. મહત્વના કાર્યો બાબત આશાજનક સંજોગો ઉભા થાય. બેકારોને કોઈ લકઝરી આઈટમ કે કાપડને લગતી કોઈ નોકરી મળવાની શકયતાઓ છે. કોઈ ભાગીદારી વ્યવસાયની ઓફર પણ આવે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં સુધારો થશે. ઉપરી અધિકારીઓ સાથે પણ પ્રશંસા મેળવી શકવા શક્તિમાન બનશો. અંગત જીવનમાં કે સમાજમાં અહંકારી રહેશો તો મુશ્કેલીઓ ઉભી થાય. કોઈ મોટી લોન કે કર્જ મેળવવામાં આ સપ્તાહમાં સફળતા મળવાની શકયતા છે. માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સપ્તાહ સારું વિતવાનું છે. વિદ્યાર્થી વર્ગને માટે સારો સમય.

 • 05_sinh
  સિંહ: (મ.ટ)

  નોકરી કે વ્યવસાયમાં તમો નવી ઉંચાઈ સર કરવાના છો. જો કે નાણાકીય બાબતોમાં થોડી પરેશાની રહેવાની છે સાથે સાથે સંયુકત પરિવારના સભ્યો સાથે કોઈ ગેરસમજો ઉભી ન કરતાં તમારે સમસ્યાઓ સુલઝાવવાની છે. શેર સટ્ટાથી દૂર રહેવાની સલાહ છે. અધિકારી વર્ગનો સહકાર સારો રહેવાનો. સોમ, મંગળવાર વિશેષ લાભદાયક રહે. બેન્કના કાર્યોમાં સાવધાની રાખજો. કર્જ કરીને કોઈ નવું સાહસ ન કરતાં. તમારી શક્તિઓને યોગ્ય દિશામાં વાળજો. અહીં તમારો પુષાર્થ ફળવાનો છે. મિત્રોનો સહકાર મળવાનો. ડાયાબિટીસના દર્દીઓએ બેદરકારી ન રાખવી. વડિલવર્ગનું માર્ગદર્શન ઉપયોગી રહેશે. પ્રવાસની ઈચ્છા ફળવાની છે.

 • 06_kanya
  કન્યા: (પ.ઠ.ણ)

  સપ્તાહ દરમિયાન વેપારમાં તમારી વ્યક્તિગત મહેનતથી સફળતા રહે. નોકરીમાં કાર્યભાર રહે. અસંભવને સંભવ બનાવવાની તમારી શક્તિનો લાભ સંસ્થાને મળે. અહીં તમારે આત્મવિશ્ર્વાસ વધારવાનો છે. મહત્વના નિર્ણયો બાબત કોઈ ઉતાવળ ન કરતાં. પરિવારના સભ્યોને સમજવાની કોશિશ કરજો. થોડી ધીરજ રાખજો. પ્રતિષ્ઠા વધવાની. બ્લડપ્રેશરની તકલીફથી જાળવવું. વ્યર્થ સંવાદિતાથી દૂર રહેજો. કાનૂની પ્રશ્ર્નોમાં કોઈ ઉતાવળા નિર્ણયો ન લેવા. ભાગીદારો સાથે મહત્વની ચચર્-િવિચારણા થાય. અપરિણીતોને કોઈ મનગમતી ઓફર આવે. રોમાન્સમાં સફળતા. યાત્રા પ્રવાસની ઈચ્છા ફળે.

 • 07_tulla
  તુલા: (ર.ત)

  વ્યવસાય ક્ષેત્રે સફળતા રહે. અગત્યના કાર્યો પ્રત્યે વધુ ધ્યાન દેવું. દ્રઢ નિશ્ર્ચય સફળતા તરફ લઈ જશે. કાર્યભાર પણ રહેવાનો. આવક વધારવાના પ્રયત્નો ફળવાના. કર્મચારી વર્ગ સાથેના હંફભયર્િ સંબંધોથી તમારી પ્રતિષ્ઠા વધવાની. ભાઈ-બહેનો કે મિત્રો પાછળ ખર્ચ રહેવાનો છે. પ્રવાસ થાય. રવિવાર લાભદાયક રહેશે. મિલકતને લગતા પ્રશ્ર્નોમાં કોઈ ઉતાવળ ન કરવી. પારિવારિક પ્રશ્ર્નોમાં પણ સફળતા માટે તમારા નિર્ણયો મહત્વના રહેવાના. મહત્વની વ્યક્તિની મુલાકાત થાય. ગુસ્સાને કાબૂમાં રાખવાથી મનચાહી સફળતા મેળવશો. ભાગીદારોને સહકાર આપવો. વિજાતીય સંબંધો વધુ ગાઢ બને. રાજકીય રીતે સફળતા મળે.

 • 08_vrushik
  વૃશ્વિક: (ન.ય)

  નોકરી-વ્યવસાય ક્ષેત્રે કાર્યભાર રહેવાનો. અહીં તમોને કારણ વગરનું ટેન્શન રહેશે. સતત વિચારોમાં ખોવાયેલા રહેશો. નવા સાહસો માટે દીર્ઘદ્રષ્ટિ અને હિંમત કેળવવાની સલાહ છે. પરિવારના સભ્યો પ્રત્યે ધ્યાન આપજો. નાણાકીય મુશ્કેલીનો સામનો પણ રહેવાનો. આત્મવિશ્ર્વાસને વધારવો જરી રહે. બુધવાર લાભદાયક રહે. યુવા વર્ગને પ્રિયપાત્ર સાથે મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું જરી રહે. લગ્નજીવનમાં પણ ગેરસમજો ટાળજો. રહેણાંકના મકાનમાં સુવિધા વધારવાની ઈચ્છા ફળવાની. દરિયાઈ જગ્યાએથી લાભ રહે. ધાર્મિક કાર્ય થાય. આવકનું પ્રમાણ જળવાઈ રહે. ઉત્સાહ વધે.

 • 09_dhan
  ધન: (ભ.ધ.ઢ.ફ)

  સપ્તાહ દરમિયાન વ્યવસાય ક્ષેત્રે તમો ખુબ જ વ્યસ્ત રહેવાના છો. સફળતા તમારા હાથમાં છે. તમારા કાર્યની કદર થવાની. નોકરીમાં પણ તમો સફળ થવાના. પરિવારના પ્રશ્ર્નો ઉપર ધ્યાન દેવું પડે. તમોને પ્રોત્સાહિત કરે તેવી વ્યક્તિની મુલાકાત થવાની છે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. વિદેશથી સારા સમાચાર આવે. કાનૂની પ્રશ્ર્નોમાં સમાધાન લાભદાયક રહે. જૂના કર્જમાં પણ રાહત થવાની. ઈશ્ર્વર પ્રત્યેની શ્રધ્ધા તમોને દરેક કાર્યમાં સફળતા અપાવશે. પરિવારમાં માંગલિક પ્રસંગો પણ ઉભા થવાના. વધુ પડતી મહત્વાકાંક્ષાને પણ કાબૂમાં રાખજો. સંસ્થામાં સારો હોદ્દો મળે.

 • 10_makar
  મકર: (ખ.જ)

  સપ્તાહ દરમિયાન નોકરીમાં કાર્યભાર રહેશે. વ્યવસાય ક્ષેત્રે પણ નાણાકીય મુશ્કેલીનો સામનો રહે. સરકારી કાર્યોથી દૂર રહેજો. તમારા કાર્યો પ્રત્યે સજાગ રહેજો. કર્જ કરવાથી દૂર રહેજો. તમારી દીર્ઘ દ્રષ્ટિ અને કાર્ય કરવાની શક્તિનો પુરો ઉપયોગ તમોને મુશ્કેલીમાં પણ ઉપયોગી રહેશે. તમારા વ્યક્તિત્વનો લાભ સંસ્થાને મળવાનો. મિલકત સંબંધી કાર્યોમાં કોઈ જાણકારની સલાહ લેજો. શેરબજારમાં સાવધાની જરી છે. વધુ પડતો વિશ્ર્વાસ કોઈ મુશ્કેલી ન કરે તે બાબત સતર્ક રહેજો. યાત્રા-પ્રવાસમાં સફળતાવાળો સમય રહે. સ્વાસ્થ્ય બાબત જાળવવું. એકંદરે સમય સારો રહેવાનો.

 • 11_kumbh
  કુંભ: (ગ.સ.શ)

  સપ્તાહ દરમિયાન વ્યવસાયમાં ફેરફારોની શકયતા. નોકરીમાં કાર્યભાર રહે. મિલકતથી લાભ. શેર સટ્ટામાં સફળતા. સગાઈના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. ધાર્મિક કાર્યમાં સફળતા રહે. શનિ, રવિવાર લાભ રહે. રોજીંદા કાર્યોને તમારે વળગી રહેવાનું છે. સ્વાસ્થ્ય બાબત જાળવવું. માતાના સ્વાસ્થ્ય બાબત પણ તકેદારી લેજો. સ્વાર્થવૃત્તિને ટાળજો. નવા રોકાણ બાબતનો સમય પ્રતિકુળતાઓ બતાવે છે. વાદ વિવાદથી દૂર રહેજો. વધુ પડતો કાર્યભાર ટાળજો. સંતાનોની આવકમાં વધારો થાય. વિદેશથી લાભદાયક સમાચાર આવે.

 • 12_meen
  મીન: (દ.ચ.ઝ.થ)

  સપ્તાહ દરમિયાન નોકરીમાં સ્થીરતા રાખવી. વેપારમાં નવું સાહસ ન કરવું. મિલકતના પ્રશ્ર્નોમાં અનુકુળતા. શેર સટ્ટામાં સાવધાની રાખવી. બીજાની જવાબદારીઓ ન લેવી. કાનૂની પ્રશ્ર્નો ટાળવા. ગુ, શુક્રવાર વિશેષ લાભદાયક. વીલ વારસાના પ્રશ્ર્નોમાં સફળતા. મોસાળ પક્ષેથી લાભ રહે. લગ્ન ઈચ્છુકો માટે અનુકુળતાવાળો સમય રહેવાનો. ભાઈ-બહેનો કે પરિવારના સભ્યો સાથે ગેરસમજોને લઈને માનસિક તનાવ રહે. યોગ, મેડિટેશનથી લાભ રહે. લાગણીઓને કાબૂમાં રાખજો. કોઈ સારી તક હાથમાંથી સરી ન જાય તેનું પણ ધ્યાન રાખજો.

Most Viewed News
VOTING POLL