RCC, પીપલ્સ અને વિજય બેંકમાં આવકવેરાની તપાસ

January 11, 2017 at 3:48 pm


રાજકોટની ત્રણ સહકારી બેન્કોમાં આજે રિઝર્વ બેન્ક દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. તેના પગલે પગલે રાજકોટ ઇન્કમટેક્સ ઇન્વેસ્ટિગેશન વિંગની ટીમ પણ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો. આમ આજે રાજકોટની ત્રણ સહકારી બેંક જેમાં પીપલ્સ કો.ઓપ., વિજય અને આરસીસી બેંકમાં આજે આરબીઆઇ અને આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો હતો. નોટબંધી બાદ આવકવેરા વિભાગ અને આરબીઆઇની ટીમે ત્રણેય બેંકમાં તપાસ કરતાં બેંક ક્ષેત્રમાં આ મુદ્દો ચચર્સ્પિદ રહ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ ગત તા.8મી નવેમ્બરે નોટબંધી કરાયા બાદ 31 ડિસેમ્બર સુધીમાં રિઝર્વ બેન્ક દ્વારા જેટલા પરિપત્ર બહાર પડાયા તેનો યોગ્ય અમલ થયો કે નહીં તેની તપાસ કરવા માટે આ ઈન્સપેક્શન હાથ ધરવામાં આવ્યું છે. ત્રણ સહકારી બેન્કોમાં ઈન્સ્પેક્શન હાથ ધરાયું છે તેમાં પીપલ્સ કો-ઓપરેટીવ, વિજય કોમર્શિયલ અને આરસીસી બેન્કનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકની ટીમ પહોંચ્યા બાદ આવકવેરા વિભાગની ટીમ પણ પહોંચી હતી અને ખાતેદારો દ્વારા નોટબંધી પછી કેટલા વ્યવહારો કરવામાં આવ્યા છે ? તેમજ જે વ્યવહારો થયા છે તે નિયમ મુજબ છે કે કેમ ? તે સહિતના મુદ્દે આવકવેરા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરાયો છે. ઇન્વેસ્ટિગેશન વિંગના વડા પંકજ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ તપાસમાં જોડાઇ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આરબીઆઈ દ્વારા ગઈકાલથી ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 8મી નવેમ્બરે નોટબંધીનો નિર્ણય લીધા બાદ રિઝર્વ બેન્ક દ્વારા 50 દિવસની અંદર અલગ અલગ પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હતાં ત્યારે આ પરિપત્રનો યોગ્ય રીતે અમલ થયો છે કે નહીં, બેન્કમાં નોટબંધી બાદ કોઈ શંકાસ્પદ વ્યવહારો થયા છે કે નહીં ઉપરાંત ઈન્સ્પેક્શન ટીમને શંકાસ્પદ લાગતાં ખાતાઓ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
ગઈકાલથી જ રિઝર્વ બેન્કની ઈન્સ્પેક્શન ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતાં અને ત્રણ સહકારી બેન્કોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ કાર્યવાહીથી બેન્કોના કર્મચારીઓ તથા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. આજે બપોરે આવકવેરા વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે ત્યારે ખાતેદારોના બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા વતર્ઇિ રહી છે. જો કે ચોક્કસ માહિતી તપાસના અંતે જ જાણવા મળી શકશે.

print

Comments

comments

VOTING POLL