પ્લાસ્ટિકના ડબ્બામાંથી આ રીતે કરો દુર્ગંધ દૂર

August 18, 2018 at 6:22 pm


ઘરના રસોડામાં ખાદ્ય પદાર્થ ભરવા માટે પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ તો થતો જ હોય છે. આ પ્લાસ્ટિકના ડબ્બામાં જ્યારે તેલવાળા, લસણવાળા કે અન્ય ખોરાક ભરવામાં આવે તો તેમાં તેની વાસ બેસી જાય છે. આ ડબ્બાનો ઉપયોગ પછી બીજી વખત કરી શકાતો નથી. આ તકલીફ તમને પણ નડતી હોય તો જાણી લો તેનાથી બચવાની સરળ ટીપ્સ વિશે.

હવામાં રાખો
ડબ્બાને સારી રીતે ધોઈ અને બધા ડબ્બાને ખુલ્લામાં મુકીને હવા લાગવા દો.

છાપું
ડબ્બાને ગરમ પાણીમાં સાબુ મિક્સ કરીને ધોઇ લો. પછી ડબ્બાને સુકવીને તેમાં છાપુ વાળીને મુકી દો.

વિનેગર
ડબ્બામાંથી આવતી વાસ દૂર કરવા માટે વિનેગરનો પણ પ્રયોગ કરી શકો છો. વિનેગરને પાણી સાથે મિક્સ કરીને ડબ્બામાં નાખી ઉપરથી ઢાકણું બંધ કરી દો અને થોડી વાર પછી તેને સાફ કરી લો.

print

Comments

comments

VOTING POLL