પાકા કેળાના ઉપયોગથી ચમકાવો ચહેરો અને વાળ

March 5, 2018 at 1:09 pm


કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યલક્ષી અનેક લાભ થાય છે તે વાતથી સૌ કોઈ જાણે છે. દિવસ દરમિયાન 2 કેળા ખાવાથી શરીરને ખૂબ લાભ થાય છે. જો કે ઘરમાં રાખેલા કેળા જો વધારે ગળી જાય તો તેને ખાવાનું કોઈ પસંદ કરતું નથી. આવા કેળા મોટાભાગના લોકો ફેંકી દેતાં હોય છે. પરંતુ આજ પછી તમે આવું નહીં કરો. કારણ કે આજે તમને જાણવા મળશે કેળાના કેટલાક એવા ઉપાયો વિશે જે તમારી ત્વચા અને વાળને ચમકાવી દેશે અને ખાસ વાત એ છે કે તમારે આ કામ કરવા માટે ગળેલા કેળાનો જ ઉપયોગ કરવાનો છે.

હેર કેર
તમે જો વાળમાં સ્ટ્રેટનિંગ, કલરિંગ કે અન્ય કોઈ ટ્રીટમેન્ટ કરાવી હશે તો તેમાં ઉપયોગમાં લેવાતાં કેમિકલના કારણે વાળ રૂક્ષ થઈ ગયા હશે. કેમિકલના કારણે નિસ્તેજ થયેલા વાળમાં ફરીથી ચમક લાવશે કેળા. વાળને ચમકતાં અને શાઈની કરવા માટે કેળાની પેસ્ટ તૈયાર કરવી તેમાં 1 એક ચમચી ગ્લિસરીન અને 1 ચમચી મધ ઉમેરી મીક્સ કરી લેવું. આ પેસ્ટને વાળમાંના મૂળમાં લગાવી અને શાવર કેપ પહેરી લેવી. આ પેસ્ટ લગાવ્યાની 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા. વાળમાં આવેલો ફરક તમે ખુદ અનુભવી શકશો.

સ્કીન કેર
ત્વચાને ચમકતી અને ડાઘરહિત કરવી હોય તો એક પાકા કેળાની પેસ્ટ બનાવી તેમાં થોડું મધ, થોડું દહીં ઉમેરી તેને ચહેરા પર લગાવવું. 15 મિનિટ પછી ચહેરો હુંફાળા પાણીથી સાફ કરી લેવો. અઠવાડિયામાં બે વખત આ પેક ચહેરા પર લગાવવો.

print

Comments

comments

VOTING POLL