RTOમાં જૂના વાહનોનો ટેકસ ભરવા બાબતે ટ્રાન્સપોર્ટ એસો.નો હોબાળો

April 16, 2018 at 4:14 pm


શહેરની ભાગોળે આવેલ આરટીઆે કચેરીમાં જૂના વાહનોના ટેકસ ભરવાની પ્રક્રિયામાં અધુરા કાગળો હોવાથી તંત્રવાહકો દ્વારા ટેકસ નહી સ્વીકારમાં આવતા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હોબાળો મચાવી કચેરને એક કલાક તાળાબંદી કરવામાં આવતા હોબાળો મચી ગયો હતો.

આ અંગેની વિગત મુજબ હાય આરટીઆે કચેરીમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ હસમુખભાઈ ભગદેવ સહિત 25થી 30 માણસોનું ટોળુ આરટીઆે કચેરી ખાતે દોડી જઈ કચેરીને તાળાબંધી કરી હોબાળો મચાવ્યો હતો.

આ બાબતે એઆરટીઆે શાહને પૂછપરછ કરતા ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરટીઆેમાં જૂના વાહનો કે જે 10 વર્ષથી વધુ જૂના હોય તેવા વાહનોનો ટેકસ ભરવા માટે જરૂરી કાગળો જેવા કે ખરીદીનું બિલ સહિતના કાગળો સાથે આપવાનાં હોવાથી કેટલાક જૂના વાહનોના માલિક દ્વારા વાહનોના માલિક દ્વારા વાહનના બિલો કે અન્ય કાગળો કચેરી ખાતેરજુ નહી કરાતા આવા વાહનોનો ટેકસ સ્વીકાર્ય ન હોય જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રજૂઆત કરી કેટલાક કિસ્સામાં વાહન માલિકનું સોગંદનામુ લઈ આઈડી પ્રુફ લઈ બિલ ન હોય તો ટેકસ ભરી કાર્યવાહી કરવા અંગે રજૂઆત કરી હતી.

તંત્ર દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપવમાં આવતા મામલો થાળે પડયો હતો.

print

Comments

comments

VOTING POLL