સાધુ વાસવાણી મિશનના વડા, આધ્યાિત્મક સંત દાદા જે.પી. વાસવાણીનું નિધન

July 12, 2018 at 11:44 am


દેશભરમાં સાધુ વાસવાણી મિશન અંતર્ગત અનેકવિધ સમાજસેવા પ્રવૃિત્ત તેમજ શાકાહારીવાદ માટે જાણીતા બિનસાંપ્રદાયિક-આધ્યાિત્મક સંત દાદા જે.પી. વાસવાણીનું આજે સવારે 9 વાગ્યે પુના વાસવાણી આશ્રમ ખાતે કેટલાક સમયની બિમારી બાદ નિધન થતાં તેમના વિશાળ અનુયાયી વર્ગમાં તીવ્ર આંચકો અનુભવાયો છે. સદ્ગતનો નશ્વરદેહ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.

દેશભરમાં અનેકવિધ સામાજિક અને સેવા પ્રવૃિત્ત ચલાવતા સાધુ વાસવાણી મિશનના સ્થાપક દાદા ટી.એલ. વાસવાણીના શિષ્ય અને સાધુ વાસવાણી મિશનના હાલના વડા દાદા જે.પી. વાસવાણીનું આજે સવારે 9-01 મિનિટે પુના આશ્રમ ખાતે 99 વર્ષની વયે અવસાન થતાં દેશભરમાં પથરાયેલા તેમના વિશાળ અનુયાયી વર્ગમાં આંચકાની લાગણી અનુભવાઈ છે. સદ્ગત દાદા જે.પી. વાસવાણીએ 99 વર્ષ પૂરા કરતાં ચાલુ વર્ષમાં તેમના શતાબ્દી વર્ષ તરીકે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો દ્વારા ઉજવણી થઈ રહી છે ત્યારે જ તેમના શતાબ્દી ઉજવણીના મુખ્ય કાર્યક્રમના 20 દિવસ પહેલાં જ દાદા જે.પી. વાસવાણીનું નિધન થયું છે.દાદા જે.પી. વાસવાણી છેલ્લા કેટલાક સમયથી બિમાર હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર ઉપર હતા અને છેલ્લે તેમની તબિયત લથડતા વેન્ટિલેટર હેઠળ રખાયા છે. દરમિયાન ગઈકાલે તબિયત અતિ નાજૂક હોવા સબબ વેન્ટિલેટર હટાવીને તેમને પુના આશ્રમ ખાતે લવાયા હતા જ્યાં આજે સવારે તેઆે દેહ છોડી સ્વર્ગે સિધાવ્યા હતા.

2 આેગસ્ટ-1918ની સાલમાં જન્મેલા દાદા જે.પી. વાસવાણી તેમના ગુરુ અને સાધુ વાસવાણી મિશનના પ્રણેતા દાદા ટી.એલ. વાસવાણીના અનુગામી તરીકે દેશભરમાં અનેકવિધ સામાજિક અને સેવા પ્રવૃિત્ત ચલાવી રહ્યા હતા. દેશભરમાં તેમનો વિશાળ અનુયાયી વર્ગ હોય અને સાધુ વાસવાણી મિશન સંસ્થાઆે પથરાયેલી છે. તેઆે બિનસંપ્રદાયિક અધ્યાિત્મક વડા તરીકે દેશભરમાં ખુબ જ ખ્યાતિ પામેલા છે. ખાસ કરીને તેઆે જીવદયા પ્રવૃિત્ત તેમજ શાકાહારવાદની રાષ્ટ્રવ્યાપી ચળવળ ચલાવી રહ્યા હતા અને તેમની સંસ્થાઆે શાકાહારવાદ માટે દેશભરમાં પુષ્કળ પ્રવૃિત્તઆે કરી રહી છે.

બિનસંપ્રદાયિક આધ્યાિત્મક વડા અને ચૂસ્ત શાકાહારવાદી દાદા જે.પી. વાસવાણીનું અવસાન થતાં રાજકોટના એડવોકેટ ગોગીયા પરિવારજનો સહિતના ગાંધીધામ, કચ્છ, ભૂજ, અમદાવાદ, ઈન્દોર, ઉજ્જૈન, દિલ્હી, જયપુર, મુંબઈ સહિતના મથકો ખાતેથી તેમના અનુયાયીઆે પુના સાધુ વાસવાણી મિશન આશ્રમ ખાતે રવાના થવા લાગ્યા છે. સદ્ગતનો નશ્વરદેહ આશ્રમ ખાતે અંતિમ દર્શન માટે રખાયો છે. હજુ તેમની અંતિમક્રિયા કયારે કરવી તે નકકી થયું નથી જે હવે પછી જાહેર થનાર છે.
સદ્ગત દાદા જે.પી. વાસવાણી 2 આેગસ્ટ-1918ના રોજ 100 વર્ષ પુરા કરનાર હોય તે અનુસંધાને ચાલુ વર્ષમાં તેમની જન્મ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થઈ રહી હતી. વર્ષભર જુદા જુદા સ્થળોએ સમાજસેવા, પ્રાણી કલ્યાણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. આ ઉપરાંત આગામી તા.31 જુલાઈથી બીજી આેગસ્ટ સુધી તેમનો ખાસ જન્મ શતાબ્દી ઉત્સવ પુના સાધુ વાસવાણી મિશન આશ્રમ ખાતે ઉજવવામાં આવનાર હતો તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને પણ નિમંત્રણ અપાયા હતા. દરમિયાન આજે તેમના જન્મદિનના 20 દિવસ પહેલાં જ તેમનું નિધન થયું છે.
વાસવાણી મિશનના સ્થાપક દાદા ટી.એલ. વાસવાણીએ મિશનના માધ્યમથી ચલાવેલી સમાજ સેવા, પ્રાણી કલ્યાણ, શાકાહારવાદ તેમજ બિન સાંપ્રદાયિક આધ્યાિત્મકતાની મશાલ દાદા જે.પી. વાસવાણીએ પણ પ્રજ્જવલિત રાખીને દેશ-વિદેશમાં તેનો પ્રચાર કર્યો હતો.

print

Comments

comments

VOTING POLL