ટીવી પર કપિલ શર્માના શોને ટક્કર આપશે સલમાન ખાન

March 13, 2018 at 12:00 pm


સલમાન ખાન ફરી એકવાર ટીવીના પડદે ધમાલ મચાવવા તૈયાર છે. થોડા સમય પહેલા જ સલમાન ખાનનો શો બિગ બોસ પૂર્ણ થયો છે ત્યારે ફરીવાર તે ટીવી પર ચમકવા સજ્જ છે. આ વખતે તે દસ કા દમ ગેમ શો સાથે પરત ફરી રહ્યો છે.

સલમાન ખાન આ અગાઉ પણ દસ કા દમ શો કરી ચુક્યો છે. તેની પહેલી સીઝન 2008માં આવી હતી. આ શોની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખી સોની ટીવીએ આ શોને ફરીવાર રજૂ કરવાનો નિર્ણય લીધો છે. મજાની વાત એ છે કે સોની પર હવે કપિલ શર્મા પણ રીએન્ટ્રી કરવા જઈ રહ્યો છે. આ બંને શો કયા ટાઇમ સ્લોટમાં રજૂ થશે તેની સત્તાવાર જાહેરાત હજૂ સુધી થઈ નથી પરંતુ બંને શોના પ્રોમો ચેનલ પર શરૂ થઈ ચુક્યા છે.

print

Comments

comments

VOTING POLL