Saurashtra Kutch

 • CM VISIT (1)
  વવાણીયા શ્રીમદ્ રાજચંદ્ર મંદિરમાં શિશ નમાવતા મુખ્યમંત્રી રૂપાણી

  રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ આજે મોરબી જીલ્લાના વવાણીયા ખાતેના શ્રીમદ રાજચંદ્રના જન્મસ્થળ ખાતે આવેલા તેના મંદિરે નમન કર્યા હતા. સીએમ રુપાણી સાથે તેના પત્ની અંજલીબેન પણ સાથે જોડાયા હતા. સીએમની મુલાકાત દરમિયાન ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ભાજપ અગ્રણી રાઘવ્જ્ભાઈ ગડારા, લાખાભાઈ જારીયા ઉપરાંત મીઠા ઉદ્યાેગ અગ્રણી દિલુભા જાડેજા સહિતના અગ્રણીઆે ઉપસ્થિત રહ્યા હતા. વવાણીયા Read More

 • default
  ઉના પંથકમાં તસ્કરોને રેઢું પડ: ભડિયાદર ગામે બે મકાનમાં 1.26 લાખની ચોરી

  ઉના તાલુકાના ગામડામાં રહેતા લોકોના મકાન પણ સલામત રહ્યા નથી. થોડા દિવસો પહેલા ગરાળ ગામે 3 બંધ મકાનમાં ચોરી થઈ હતી તેનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ચોરી ઉનાથી 12 કિ.મી. દૂર ભડિયાદર ગામે રહેતાં શાંતિભાઈ ધીભાઈ ડાંગોદરાના બંધ મકાનમાં ગઈકાલે રાત્રીના 12 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન કોઈ શખસો બંધ મકાનના દરવાજાના તાળા તોડી … Read More

 • default
  ભગવો પહેરી મત માગનારને ઘેરો અને દોડાવો: જીજ્ઞેશ મેવાણી

  વિધાનસભા ચુંટણીમાં શાસક પક્ષ ભાજપ માટે ત્રણ પડકારો મુખ્યત્વે જોવા મળી રહ્યા છે જેમાં પાટીદાર આંદોલનના હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી. આ ત્રણ પરિબળો વિધાનસભા ચુંટણીને અસર કરે તેવી પ્રબળ સંભાવનાઓ રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે જેમાં તાજેતરમાં મોરબીની મુલાકાતે આવેલા જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી હતી. … Read More

 • default
  બગસરા ન.પા.ના પ્રમુખ લધુમતિમાં મુકાતા સ્ટોપ પેમેન્ટ કરવા ભાજપ દ્વારા માગ

  બગસરા નગર પાલિકાની પેટા ચૂંટણી બાદ બગસરા પાલિકાના કોંગી પ્રમુખ લધુમતીમાં આવી ગયા હોય બગસરા શહેર ભાજપ્ના પ્રમુખ દ્વારા સ્ટોપ પેમેન્ટ કરવા માગ કરવામાં આવી છે. વિગત અનુસાર બગસરા નગરપાલિકાની તાજેતરની પેટા ચૂંટણી બાદ બગસરા પાલિકાના કોંગી પ્રમુખ પાસે 13 સભ્ય તથા એક અપક્ષ સભ્યનો ટેકો રહ્યો છે. જયારે સામાપક્ષે ભાજપ પાસે 14 સભ્યનું સંખ્યાબળ … Read More

 • default
  મિતાણા ગામ પાસે ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં યુવાનનું મોત

  ટંકારા તાલુકાના મીતાણા ગામે રહેતો યુવાન મોડીરાત્રીના બાઈક લઈ જતો હતો ત્યારે મોરબી રોડ મીતાણા ગામ પાસે મેલડી માતાના મંદિર નજીક ટ્રક પાછળ બાઈક ઘુસી જતાં યુવાનને ગંભીર ઈજા થતાં સારવારમાં મોત નીપજયું છે. બનાવ અંગેની વિગત મુજબ ટંકારાના મીતાણા ગામે રહેતો ભાવેશ જીલુભાઈ વાંક ઉ.વ.30 નામનો યુવાન ગઈરાત્રીના 12 વાગ્યે પોતાનું બાઈક લઈ જતો … Read More

 • default
  ધોરાજીના નવનિયુકત પ્રાંત અધિકારીનો ખનીજચોરો પર સપાટો

  ધોરાજી પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળતા ડે.કલેકટર તુષાર જોષીએ ચાર્જ સંભાળવાની સાથેજ અડધા કરોડની ખનીજ ચોરી ઝડપી લીતા ખનીજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ નવનીયુકત ડે.કલેકટર તુષાર જોષીએ ઉપલેટાના ડુમીયાણી ચેકનાકા પાસે તેમજ કોલકી નાકે, કુંઢેચ ગામ, તલગણા તેમજ ભાદર નદીનાં પુલ પાસે 10 સ્થળો પર અલગ-અલગ તપાસ કરતા રેતી ભરેલા આેવરલોડીગ ટ્રક, … Read More

 • default
  કેશોદથી રાજકોટ આવતા એનઆરઆઈને બસમાં હાર્ટ એટેક આવતા મોત

  લંડનથી કેશોદમાં રોકાવા આવેલા એનઆરઆઈ પ્રૌઢને ગઈકાલે રાજકોટ આવતી વેળાએ બસમાં હાર્ટ એટેક આવતા બેભાન થઈ જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ મુળ યુકે લંડન બ્રીસબેનમાં રહેતા અને ત્યાં ફોટોગ્રાફીનું કામ કરતા અને હાલ કેશોદમાં રાજધાની એપાર્ટમેન્ટમાં રહેતા ઉમેશભાઈ ઈશ્ર્વરલાલ ભટ્ટ ઉ.વ.57 નામના વિપ્ર પ્રૌઢ ગઈકાલે કેશોદથી રાજકોટ … Read More

 • default
  ઉપલેટાની શાંતિને પલિતો ચાંપે તે પૂર્વે અસામાજિક તત્વોને ભોંભીતર કરવા નગરપતિની પોલીસમાં અરજી

  ઉપલેટા શહેરના અમુક શખસો દ્વારા શહેરની શાંતિને પલિતો ચાંપવા અમુક તત્વો બેકાબુ બન્યા છે. આવા શખસો સામે નગપતિએ ઉપલેટા પોલીસમાં અરજી આપી ઝડપી લેવા માગણી કરી છે.ઉપલેટા પીઆઈ ઝાલાને ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ અરજણભાઈ ચંદ્રવાડિયા અપાયેલ અરજીમાં જણાવેલ કે અમુક લેભાગુ અને લુખ્ખા શખસો દ્વારા હં અને મારા પરિવાર છેલ્લા ઘણા વર્ષો થયા જાહેર જીવનમાં … Read More

 • IMG-20171017-WA0055
  ગોંડલમાં ખરીદીની ઝાકઝમાળ

  આજથી શરૂ થતા પર્વોત્સવને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે અને વેપારીઆેની ધીરજને મલકાટમાં બદલવા માટે નગરજનોએ જાણે નકકી કરી લીધુ હોય તેમ ગાેંડલમાં ખરીદીની ઝાકમઝોળ જોવા મળી રહી છે. જાણે ગાેંડલની મેઇન બજારોમાં આજે કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ છે. વીજ ઉપકરણો, સોના ચાંદીના દાગીના, કાપડ, ગૃહ સજાવટની ચીજવસ્તુઆે, મુખવાસ, રંગોળીના કલર્સ, ફટાકડા વગેરેની … Read More

 • default
  લજાઈ: પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની મંજૂરી સામે ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉપાડતા ગ્રામજનો

  ટંકારા તાલુકાના લજાઈ ગામે પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગોને મંજુરી અપાશે તો ચુંટણીનો બહિષ્કાર કરવાનું લજાઈના ગ્રામજનોએ ચીમકી આપી છે. તાજેતરમાં લજાઈ ગામે ગ્રામ સભા મળેલ તેમાં સરપંચ પુનાબેન મસોત, ઉપસરપંચ હસુભાઈ મસોત, પંચાયતના સભ્યો આગેવાનો, કાર્યકરો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ગ્રામસભામાં લજાઈ ખાતે પ્રદુષણ ઓકતા ઉદ્યોગો શ કરવા દેખાવામાં નહીં આવે તેમજ ગ્રામ-પંચાયત દ્વારા … Read More

Most Viewed News
VOTING POLL