Saurashtra Kutch

 • default
  ગોડાઉન સંદર્ભની તમામ જવાબદારી નાફેડ અને ગુજકોટની: કલેકટર

  ગાેંડલમાં ઉમરાળા રોડ ઉપર આવેલ રામરાજ્ય મગફળીના ગોડાઉનમાં પખવાડીયા પહેલા લાગેલી આગની ઘટનામાં 28 કરોડની મગફળી સળગી જવાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે તપાસ સાેંપાતા ગોડાઉન માલિક સહિત છની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન આગમાં બેદરકારી દાખવનાર ગુજકોટના અધિકારીઆેની શંકાસ્પદ ભૂમિકા હોય સીઆઈડી ક્રાઈમે ગુજકોટના સૌરાષ્ટ્રના મેનેજર સહિતનાની પુછપરછ કરતા કલેકટરના કહેવાથ Read More

 • default
  ગોંડલ અગ્નિકાંડ: મગફળી રાખવા ગોડાઉન સેફટી-સુવિધા ચકાસ્યા વગર રાખ્યા હતાં

  ગાેંડલના ગુંદાળા રોડ ઉપર વેરહાઉસમાં મગફળીના જથ્થામાં લાગેલ આગ હજુ આજે પણ શમી નથી ત્યારે ગાેંડલ, રાજકોટ, જેતપુર, ધોરાજી અને જસદણ સહિતના ફાયરફાયટરો દ્વારા દિવસ-રાત પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હોય, દસ દિવસ બાદ પણ આગ કાબુમાં આવી નથી ત્યારે ફાયરના 10 જવાનો નાદુરસ્ત થવા પામ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ 28 … Read More

 • default
  કાલે સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ: મતદાન મથકો પર આખો દિવસ બીએલઓ હાજર રહેશે

  સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આવતીકાલે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. તમામ મતદાન મથકો પર સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બીએલઓ (બ્લોક લેવલ ઓફિસર) હાજર રહેશે અને મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા, રદ કરાવવા, કોઈના નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા સહિતની પ્રક્રિયા થઈ શકશે. … Read More

 • s
  રાજકોટના રૈયાધાર વિસ્તારમાં થયેલી યુવાનની હત્યામાં બે શખસો પકડાયા

  રાજકોટ શહેરમાં ગઈકાલે વ્હોરા વૃધ્ધાની ચકચારી ઘટના બાદ ખુનનો વધુ એક બનાવ રૈયાધાર વિસ્તારમાં બન્યાે હતો. જેને પગલે પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. રૈયાધાર વિસ્તારમાં ચિકકાર નશામાં આવેલા શખસોએ સામાન્ય બાબતે બોલાચાલી કરીને પથ્થરના ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં સંડોવાયેલા બે શખસોને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયા હતા. … Read More

 • default
  ભાવનગરના બે દિવસથી લાપતા યુવાનનો રાજકોટના ગેસ્ટ હાઉસમાં આપઘાત

  ભાવનગરમાંથી છેલ્લા બે દિવસથી લાપત્તા યુવાને રાજકોટના કોર્પોરેશન ચોક પાસે આવેલ ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. યુવાને પોતાના ભાઈને મેસેજ કરી જણાવ્યું હતું કે, ‘મારી આંખો અને કિડનીનું દાન કરજો, મને માફ કરજો’ આ મેસેજ આધારે પોલીસે તેનું લોકેશન શોધી કાઢતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, કોર્પોરેશન … Read More

 • default
  મોરબીમાં પોલીસ પુત્ર પર હુમલો કરી લૂંટ ચલાવી

  મોરબીના દરબારગઢ પાસે પાનની દુકાન ધરાવતા પોલીસ પુત્ર અને પત્રકાર-એડવોકેટના ભાઇ પર ત્રણ શખસોએ માવાના પૈસા માગતા હમલો કર્યો હતો અને દુકાનમાં પડેલ વેપારના ા.રર,પ00ની લૂંટ ચલાવી નાસી છુટયા હતાં. દુકાનદારને સરવારમાં ખસેડાયો હતો. જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી ભાસ્કર મુકુંદભાઇ જોશી (ઉ.રપ) શહેરના દરબારગઢ પાસે, સોનીબજારમાં ડીલકસ પાન નામની દુકાન ધરાવે છે. ગત રાત્રીના … Read More

 • default
  ધ્રોલના વતની નામચીન ચીટર સહિત બે શખસે આચરેલી 9.50 લાખની છેતરપિંડી

  રાજકોટમાં યુનિ. રોડ પાસે બોમ્બે હાઉસીંગ સોસાયટીમાં રહેતા લોહાણા યુવાન સાથે ધ્રોલના લતીપર ગામના વતની નામચીન ચીટર સહિત બે શખસોએ કાર વેચવાના બહાને 9.50 લાખની છેતરપીંડી કયર્નિી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. દિલ્હી પાસીંગની કાર યુવાનને આપ્યા બાદ તેને તેના નામે કરવા અને ગુજરાત પાસીંગ કરાવી આપવાનો ઈનકાર કરી ચીટરે વ્યાજના કેસમાં ફસાવી … Read More

 • default
  કોડીનારના અડવી ગામનો યુવાન લાપત્તા

  જસદણના આટકોટ ગામે વિખ્યાત તીર્થધામ જાનબાઈ માતાના મંદિર પાછળની ભાદર નદીમાં શુક્રવારે એક લાશ પડી હોવાની જાણ આટકોટ પોલીસને કોઈએ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં ખેતીની કીડાનાશક એક ઝેરી દવાની ખાલી બોટલ અને એક સ્યુસાઈડ નોટ મળી આવેલ આ લાશની પોલીસે ઓળખ કરતા આટકોટની ગાયત્રીનગરમાં રહેઠાણ અને બસ સ્ટેન્ડ પાછળ ઝેરોક્ષ કોમ્પ્યુટરનો ભાગીદારીમાં ધંધો … Read More

 • default
  મોરબીની બે દુકાનમાંથી રૂ.13 હજારની સિગારેટ અને દેશી તમંચા સાથે એકને ઝડપી લીધો

  મોરબી એસઓજીના સ્ટાફે શહેરમાંથી બે પાન-બીડીની દુકાનેથી ગેરકાયદે કરવામાં આવેલ વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવા સાથે અન્ય એક શખસને ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. પ્રથમ બનાવમાં મોરબીના નવા એસ.ટી. ડેપે સામે આવેલ સદ્ભાવના સેલ્સ એજન્સી જે પાન-બીડીની દુકાન છે ત્યાંથી વિદેશી સિગારેટના બોકસ નંગ 9, કિ.રૂ .6300 તેમજ એસ.ટી. ડેપોની સામેની જ એક અન્ય … Read More

 • default
  જાળિયાના ગામના હીરાના વેપારીનું અકસ્માતમાં મૃત્યુ

  ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળિયા ગામે રહેતા હિરાના વેપારી અને જસદણમાં સરદાર પટેલ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા વિઠ્ઠલભાઈ વશરામભાઈ સવાણી (ઉ.વ.56) પોતાના મોટરસાઈકલ પર જાળિયાથી માંડવા ગામે જતા હતા ત્યારે રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કોઈ અજાણ્યા ફોર વ્હીલર સાથે અથડાતાં તેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. વિઠ્ઠલભાઈ સવાણીના અવસાનના સમાચાર મળતાં જ જસદણ ડાયમંડ … Read More

Most Viewed News
VOTING POLL