રાજ્યની 53 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી, વાલીઓને અસંતોષ

April 6, 2018 at 7:59 pm


ફી નિર્ધારણ સમિતિ દ્વારા આજે અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત રાજ્યની 53 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે. આ ફી 17 હજારથી લઈ 82 હજાર સુધી નક્કી થઈ છે. આ નિર્ણયથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, તેમના મતાનુસાર સરકારે તેમને આ ફી નિર્ધારણ મામલે છેતર્યા છે. સરકારે અલગ અલગ શાળા માટે નક્કી કરેલી ફીમાં ઓછામાં ઓછી ફી 17000 જ્યારે વધુમાં વધુ ફી 60000 છે.

મહત્વપૂર્ણ છે કે સરકારે ફી નિર્ધારણની જાહેરાત કરી છે ત્યારથી અત્યાર સુધીમાં શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી મામલે ઘમાસાણ થઈ રહ્યા છે. સરકારના નિર્ણય બાદ પણ કોઈપણ શાળાએ તેમની ફીના માળખામાં ફેરફાર કર્યા નથી. તેવામાં સરકારે જાહેર કરેલી પ્રોવિઝનલ ફીના કારણે બળતામાં ઘી હોમાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે, ફી રેગ્યુલેટરી કમિટીમાં પેરેન્ટસ એસોસિએશનનો સમાવેશ કરવામાં આવે. ઉપરાંત સરકાર દ્વારા જે પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવે તે જ લેવામાં આવશે. પ્રોવિઝનલ ફી કરતા જે શાળાઓએ વધુ ફી લીધી છે તે શાળાઓએ ફી પરત આપવી પડશે.

print

Comments

comments

VOTING POLL