SC/ST એક્ટ પર મનાઈ હુકમ લાવી શકીએ નહીઃ સુપ્રીમ કોર્ટ

September 8, 2018 at 11:19 am


સંસદ દ્વારા એસસી/એસટી એક્ટમાં સુધારો કરાયો છે તેથી આ તબક્કે તેની પર મનાઈ હુકમ આપી શકાય તેમ નથી, તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આ સાથે જ કોર્ટે આ અંગે છ સપ્તાહમાં કેન્દ્રનો જવાબ માગ્યો છે. સંસદ દ્વારા એસસી-એસટી એક્ટમાં સુધારો કરાતાં તેને રદ કરવાની વિનંતી કરતી એક રિટ પિટિશન પર સુપ્રીમમાં સુનાવણી ચાલી રહી છે. નવમી આેગસ્ટે સંસદે એપેક્સ કોર્ટના એક આદેશને અટકાવીને તેમાં સુધારો કર્યો હતો. એટ્રાેસિટી એક્ટમાં સરકારી અધિકારી સામે કેસ થયો હોય તો તેની તાત્કાલિક ધરપકડ ન થવી જોઈએ તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. .

આ મામલે વકીલ પૃથ્વીરાજ ચૌહાણ અને પ્રિયા શમાર્એ અરજી દાખલ કરી છે, જે અંતર્ગત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે 6 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. એસસી-એસટી સંશોધનમાં નવી જોગવાઈ 18-એ અનુસાર દલિતોને પરેશાન કરવાના મામલે તાત્કાલિક ધરપકડ થશે અને આગોતરા જામીન પણ મળશે નહી. અરજીમાં આ જોગવાઈ પ્રત્યે વાંધો લેવામાં આવ્યો છે. અહી એ નોધવું રહ્યું કે, એસસી-એસટી કાનૂન(સુધારો)2018 લોકસભામાં અને રાજ્યસભામાં પસાર થઈ ગયો છે અને એ અંગેનું જાહેરનામું પણ બહાર પડી ચૂક્યું છે. .

એક્ટમાં આેબીસીને ફસાવ્યા તો છોડીશું નહીઃ મૌર્ય

લખનૌઃ એસસી-એસટી એક્ટને લઈને ઉત્તરપ્રદેશની ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું છે કે, જો કોઈ દલિત વ્યિક્ત એસસી-એસટી એક્ટ દ્વારા આેબીસીની સામે કેસ કરશે તો તેને છોડવામાં નહી આવે. મૌર્ય આેબીસી સમુદાયમાંથી આવે છે. મૌર્યના આ નિવેદન સાથે રાજ્યમાં વિવાદ ફાટી નીકળ્યો છે..

print

Comments

comments

VOTING POLL